લોકડાઉન ત્રણ મહિના લંબાવાશે!

(પ્રતિનિધિ)
નવી દિલ્હી તા.27
ભારતમાં કોરોના વાયરસે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. ગુરૂવાર બપોર સુધીમાં દેશમાં આ મહામારીથી પીડિત લોકોની સંખ્યા 650ને પાર થઈ ચૂકી છે. આ મહામારી ભારતમાં વધારે પગપેસારો કરી બેસી ન જાય આ માટે 21 દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના બીજા દિવસે જ પ્રધાનમંત્રી દ્રારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પણ જે રીતે યોજનાઓને ત્રણ મહિના માટે તૈયાર કરવામાં આવી, એ વાત શંકા ઉપજાવે છે કે
શું લોકડાઉન 21 દિવસ પછી પણ હશે? લોકડાઉનના કારણે ઘરમાં કેદ જનતા પરેશાન છે.

બીજી તરફ વિપક્ષ તરફથી સત્તત આર્થિક પેકેજની માગ
થઈ રહી છે. આ વચ્ચે ગુરૂવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.70 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ખુલ્લુ મુક્યું હતું. નિર્મલા સીતારમણ દ્રારા મહિલાઓના ખાતામાં મફતમાં ગેસ સિલિન્ડર, ખેડૂતો માટે આર્થિક મદદ, કર્મચારીઓના ઈપીએફઓ માટે મદદ જેવા મહત્વના નિર્ણયો જાહેર કર્યા હતા. જેમાં એક જ વસ્તુ કોમન હતી કે દરેક યોજના માટે તૈયારી ત્રણ મહિનાની કરવામાં આવી છે.

રાહત પેકેજ


‘સૂચક’ છે
કોરોના મહામારી પર પ્રધાનમંત્રીએ જ્યારે દેશનો સંબોધિત કર્યો હતો, એ સમયે તેમણે દેશવાસીઓ પાસે બેથી ત્રણ અઠવાડિયા માગ્યા હતા. જે પહેલાં એક દિવસનો જનતા કરફ્યુ લગાવવામાં આવ્યો. પછી 24
માર્ચના રોજ બીજા દિવસથી 21 દિવસનો મહાકર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. જેથી હવે 14 એપ્રિલ સુધી લોકો ઘરમાં જ રહેશે. પણ હવે જે રીતે ત્રણ મહિનાના રાહત પેકેજનું એલાન કરવામાં આવ્યું છે. એવામાં એવા એંધાણ વર્તાય રહ્યાં છે કે સરકાર પૂર્વયોજનાઓ સાથે તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે શું લોકડાઊન 21 દિવસથી વધારીને મે જૂન સુધી જશે ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા સંબોધનમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ચેન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન જરૂરી છે. આ સિવાય સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાની વાત પણ મુકવામાં આવી હતી. બસ આ કારણે જ દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હવે તે 21 દિવસનું રહેશે કે નહીં તેની 14 એપ્રિલ બાદ ખબર પડી જશે.

રિલેટેડ ન્યૂઝ