ભાજપના તમામ નગરસેવકો તેમનું એક માસનું વેતન રૂ.6 લાખ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપશે

કોરોના વાઇરસની મહામારી માટે સરકારે દાનની અપીલ પણ કરી છે.રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરણીની જાહેરાત,ભાજપના તમામ 40 નગરસેવક પોતાનું એક માસનું વેતન રૂ.6 લાખ મુખ્યમંત્રી રાહત નિધિ ફન્ડમાં આપશે.

સરકારને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકો દાન કરી શકે છે. લોકોએ દાનનો પ્રવાહ શરૂ કર્યો છે.રાજકોટના જાણિતા બિલ્ડર અને રાજકોટ સૌથી ઉંચી 22 માળની બિલ્ડીંગ બનાવનાર મુકેશ શેઠે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. રાજકોટના દૂધીબેન જસમતભાઇ બોદર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી ભૂપતભાઇ બોદરે 5 લાખનું


દાન કર્યું છે.

આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો

A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
A/C NO. 10354901554
SAVINGS BANK ACCOUNT
SBI , NSC BRANCH (08434)
IFSC: SBIN0008434

રિલેટેડ ન્યૂઝ