કોરોના: હવે ગુજરાતમાં દિવસ દરમિયાન માત્ર 8 કલાકે મળશે પેટ્રોલ-ડીઝલ, જાણો કેટલા વાગ્યા કેટલા વાગ્યા સુધી ટ્રોલ-ડીઝલ મળશે

અમદાવાદઃ કોરોના વાયરસને કારણે ભારતમાં 25 માર્ચથી ત્રણ સપ્તાહ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલું રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. 26 માર્ચ, ગુરૂવારથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી જ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકશે. ત્યારબાદ કોઈ લોકોને આ સેવાનો લાભ મળશે નહીં.

દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ વાતને ધ્યાનમાં લઈને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લેતાં સામાન્ય લોકો માટે સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી પેટ્રોલ-ડીઝલની સેવા આપવાનું નક્કી કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ