પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ,ક્લેરેન્સ હાઉસ દ્વારા કરાઇ પુષ્ટિ

71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ક્લેરેન્સ હાઉસ દ્વારા કરાઇ પુષ્ટિ થઇ છે.સેલ્ફ-આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે, જોકે તેમના આરોગ્યની સ્થિતિ સારી છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય સ્થિતિમાં ઘરેથી જ કામ કરી રહ્યા છે. તેમના પત્ની કેમિલાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. બન્ને દંપતિ


અત્યારે સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેશનમાં છે.સરકાર અને તબીબી સલાહ પ્રમાણે પ્રિન્સ અને ડ્યુસને સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેટિંગમાં રાખવામાં આવ્યા છે. અબેરદીનશાયરમાં એનએચએસ દ્વારા કોરોનાના
આ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.બ્રિટિશ રોયલ ફેમિલીમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ