60 લાખ પરિવારને મફત અનાજ અપાશે: રૂપાણી

કોરોના સંકટથી બચવા કરાયેલા લોકડાઉનમાં ગરીબોની વહારે સંવેદનશીલ સરકાર
સસ્તા અનાજની દુકાનેથી આવતા માસથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું અપાશે
(પ્રતિનિધિ)
રાજકોટ તા.25
કોરોના આફતના કારણે રાજ્ય સરકારે 3.50 કરોડ ગરીબોને આગામી માસથી સસ્તા અનાજની દુકાનેથી મફતમાં ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠુ આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.
વડાપ્રધાનએ કોરોના વાઇરસની
પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર1 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ
તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.પ0 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.પ0 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને લોન ભરવા માટે પણ 3 મહિનાનો સમય આપવાની પણ જાહેરાત કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાઇરસના સંક્રમણથી


નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો
છે.
જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે.
આવશ્યક વસ્તુ
મળશે લોકો ઘરમાં રહે: રૂપાણી
વિજયભાઇ રૂપાણીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને ફરી એકવાર અપિલ કરી છે કે આ ર1 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી
માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.

રોકડ સહાય ચૂકવવા પણ નિર્દેશ
કોરોના સંકટના પગલે રાજ્ય સરકાર વિશેષ પેકેજની જાહેરાત કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આજે ગરીબોને મફત અનાજની જાહેરાત દરમ્યાન મુખ્યમંત્રીએ એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર રોકડ સહાયનું પણ
વિચારી રહી છે જે તબક્કાવાર જાહેરાત કરાશે.

રિલેટેડ ન્યૂઝ