શેરબજારને 1414 અંકની કળ વળે છે

સેન્સેકસ 1414 અને નિફટીમાં 276 અંકની આશાસ્પદ રિકવરી
(વાણિજ્ય પ્રતિનિધિ)
મુંબઇ તા.24
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1414 અંક વધી 27081 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 276 અંક વધી 7886 પર કારોબાર કરી રહ્યો છે. આ લખાય છે ત્યારે 11 વાગ્યે સેન્સેક્સ 325 અંક વધી 26307 અને નિફ્ટી 100 પોઇન્ટ વધી 7702 ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સોમવારમાં ભારે ઘટાડો જોવા મળી
રહ્યો છે. કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 30 રાજ્યોમાં આવી સ્થિતિ છે. કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ છે. બજારમાં રોકાણકારો ગભરાઈ રહ્યાં છે.


શુક્રવારે ઘટાડા સાથે બંધ થયેલા અમેરિકાના બજારો સોમવારે પણ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 3.04 ટકા કે 582.05 અંક ઘટી 18591.90 પર બંધ થયા હતા. આ રીતે નેસ્ડેકમાં 0.27 ટકા અને એસએન્ડપીમાં 2.93 ટકા ઘટાડો આવ્યો
હતો. નેસ્ડેક 18.84 અંક નીચે 6860.67 પર બંધ થયો હતો. એસએન્ડપી 67.52 અંક ઘટીને 2237.40 પર પહોંચ્યો. સોમવારે ડાઉજોન્સ 317 અંક ઘટીને ખુલ્યો હતો. આ રીતે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક કંપોઝિટ 25 અંક અને એસએન્ડપી 32 અંક ઘટીને ખુલ્યા હતા. બજાર ખુલતા સમયે ડાઉ જોન્સ 18856, નેસ્ડેક 6853 અને એસએન્ડપી 2272 પર કારોબાર કરી રહ્યાં હતા. કારોબાર બે કલાકની અંદર ડાઉ જોન્સ 777 અંકના ઘટાડા સાથે 18396 પર પહોંચ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ