ત્રણ માર્ગો ઉપર સફળતા મળતા મહાપાલિકાએ વિસ્તાર વધાર્યો 12 રાજમાર્ગો ઉપર હવેથી એકીબેકી તારીખે પાર્કિંગ

રાજકોટ તા.27
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો ઉપર ઉદ્દભવતી ટ્રાફીક સમસ્યા હળવી કરવા માટે મનપા અને ટ્રાફીક વિભાગ દ્વારા તમામ માર્ગોનો સર્વે હાથ ધરતા ટ્રાફીક સમસ્યાનું મુખ્ય કારણ રોડ ઉપર આડેધડ પાર્ક થતા વાહનો મુખ્ય હોવાનું જાણવા મળેલ પરીણામે મુખ્ય માર્ગો ઉપર એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિયમ અમલમાં મુકવામાં આવેલ. જે અંતર્ગત લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિત ત્રણ રોડ ઉપર પ્રારંભીક ધોરણે અમલવારી સફળ થતા આગામી દિવસોમાં વધુ 12 રાજમાર્ગો ઉપર એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની ટુંક સમયમાં અમલવારી શરૂ કરવામાં આવશે.
મુખ્ય
માર્ગો ઉપર ધંધાર્થીઓ તેમજ ગ્રાહકો દ્વારા દુકાનની આગળ વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે. થોડા સમય માટે ખરીદી કરવા જનાર ગ્રાહક દુકાનમાંથી બહાર નીકળે ત્યારે તેનું વાહન ટોઇંગ થઇ ગયું હોવાની જાણ થાય છે. પરીણામે વાહનચાલકોની મુશ્કેલી અને રોડ ઉપર પસાર થતા વાહનચાલકોની સમસ્યાના હલ માટે મહાનગરપાલીકા અને ટ્રાફીક પોલીસના સંયુક્ત ઉપક્રમે એકીબેકી તારીખે વાહન પાર્કીંગ નિયમ અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવેલ જે મુજબ એકી તારીખે એક સાઇડ વાહનો પાર્ક કરવા તેમજ બેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિયમ કરવામાં આવ્યો છે. પરીણામે ડાબી સાઇડમાં એકી તારીખ હોય ત્યારે જમણી સાઇડમાં


આવેલ ધંધાર્થીઓ તેમજ ત્યાં આવતા ગ્રાહકોએ પણ ડાબી સાઇડ વાહન પાર્ક કરવાના રહેશે. તેવી જ રીતે બેકી તારીખમાં પણ જમણી સાઇડમાં ફરજીયાત વાહનો પાર્ક કરવાના રહેશે. આમ એક સાઇડમાં વાહન પાર્ક થતા રોડ
ખુલ્લો રહેશે. પરીણામે દરરોજ પસાર થતા વાહનચાલકોની સમસ્યાનો અંત આવશે. મ્યુનિ. કમિશ્નરે તાજેતરમાં જાહેરનામુ બહાર પાડયા બાદ વધુ 12 રાજમાર્ગો ઉપર એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિર્ણય લીધો છે. જેની અમલવારી ટુંક સમયમાં સતાવાર જાહેરાત થયા બાદ શરૂ કરવામાં આવશે.
મ્યુનિ. કમિશ્નરના જણાવ્યા મુજબ પ્રથમ ત્રણ માર્ગો ઉપર પ્રાયોગીક ધોરણે એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિયમ અમલમાં
મુકાયેલ જેમાં સફળતા મળતા વધુ બાર રાજમાર્ગો ઉપર એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારબાદ શહેરના ટ્રાફીકથી ધમધમતા વધુ માર્ગોનો સર્વે કરી આ તમામ માર્ગો ઉપર એકીબેકી તારીખે વાહન પાર્ક કરવાનો નિયમ અમલમાં મુકવામાં આવશે.

નક્કી કરાયેલા 12 રાજમાર્ગો

ગ્રીનલેન્ડ ચોકડી હોસ્પીટલ ચોક
હોસ્પીટલ ચોકથી ત્રિકોણ બાગ
ગોંડલ રોડથી માધાપર બીઆરટીએસ બસ સ્ટોપ
કાલાવડ રોડ
ઢેબર રોડ
ગોંડલ રોડ
યાજ્ઞિક રોડ
ટાગોર રોડ
રેસકોર્ષ રીંગ રોડ
રૈયા રોડ
યુનિવર્સિટી રોડ

રિલેટેડ ન્યૂઝ