દિલ્હીના પોલીસોને ખખડાવનારા હાઇકોર્ટના જજની રાતોરાત બદલી

નવી દિલ્હી તા.27
છેલ્લાં કેટલાંક દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને લઇ દિલ્હી હાઇકોર્ટમાં બુધવારના રોજ અગત્યની સુનવણી થઇ હતી. સુનાવણી દરમ્યાન દિલ્હી પોલીસને ખખડાવનાર જસ્ટિસ એસ. મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઇકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરી દેવાઇ છે. આપને જણાવી દઇએ કે બુધવારના રોજ તેમણે આ કેસની સુનવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનવણી મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચને સોંપી દેવાઇ હતી. રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ એસ.મુરલીધરના ટ્રાન્સફરનું જાહેરનામું રજૂ કરી દેવાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની સાથે પરામર્શ કર્યા બાદ જસ્ટિસ એસ. મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઇકોર્ટમાંથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરાઇ છે. તેની સાથે જ તેમણે


પોતાના કાર્યાલયનો પ્રભાર સંભાળવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 12મી ફેબ્રુઆરીના રોજ થયેલી પોતાની બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરને
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સ્થળાંતરિત કરવાની ભલામણ કરી હતી.
દિલ્હી હિંસા કેસમાં સુનવણી દરમ્યાન હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે દિલ્હીમાં બીજા 1984ને નહીં થવા દઇએ. આની પહેલાં
દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને ખખડાવી હતી અને કોર્ટમાં ભાજપના નેતાઓનો વીડિયો દેખાડ્યો હતો.
દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે આપણે હજુ પણ 1984ના પીડિતોને વળતર આપવાના કેસને ઉકેલી રહ્યા છીએ,
એવામાં બીજી વખત આવું થવું જોઇએ નહીં. નોકરશાહીમાં જવાની જગ્યાએ લોકોની મદદ થવી જોઇએ. આ માહોલમાં આ ખૂબ જ નાજુક છે, પરંતુ હવે સંવાદને વિનમ્રતાથી સાથે બનાવી રાખવા જોઇએે.

રિલેટેડ ન્યૂઝ