સૈન્ય સરહદ પાર કરતા નહીં અચકાય: રક્ષામંત્રી

નવી દિલ્હી તા.27
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ત્રાસવાદનો સામનો કરવાનો ભારતનો અભિગમ બદલાયો હોવાની અને હવે ભારતીય સેના ભારતની રક્ષા કરવા માટે સરહદ પાર કરતા અચકાતી ન હોવાની વાત બાલાકોટ પર ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવી હતી.
ગયા વર્ષે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી
હુમલાનો બદલો ભારતીય વાયુસેનાના વિમાનોએ 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ વિસ્તારમાં આવેલા ત્રાસવાદી કેમ્પોને ધ્વસ્ત કરીને લીધો હતો. સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારત આજે બાલાકોટ ઍરસ્ટ્રાઇકની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે ત્રાસવાદ વિરોધી અભિયાન સફળતાપૂર્વક પાર પાડવા બદલ ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોને સલામ. એમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારથી વિપરીત મોદી સરકારે ત્રાસવાદનો સામનો કરવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. હવે આપણાં દેશની રક્ષા કરવા માટે ભારતીય સેના સરહદ પાર કરીને ત્રાસવાદીઓનો નાશ કરતા અચકાતી નથી. 2016માં આર્મીએ કરેલી સર્જિકલ


સ્ટ્રાઇક અને 2019માં ભારતીય વાયુસેનાએ કરેલી ઍર સ્ટ્રાઇક ભારતના બદલાયેલા અભિગમનો પુરાવો છે.
ઉડીની લશ્કરી છાવણી પર થયેલા હુમલાના જવાબમાં 29મી સપ્ટેમ્બર 2016ના દિવસે આર્મીના કમાન્ડોએ જમ્મુ અને
કાશ્મીરની પેલે પાર જઇને ત્યાં ચાલતા અનેક ત્રાસવાદી કેમ્પ ધ્વસ્ત કર્યા હતા. 26મી ફેબ્રુઆરી 2019ના દિવસે ભારતના ફાઇટર વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશે મોહમંદના ત્રાસવાદી તાલીમ કેન્દ્રનાં ભૂક્કા બોલાવ્યા હતા અને વળતા જવાબમાં પાકિસ્તાને ભારતીય છાવણી પર બોમ્બ ફેંકવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની વિમાનનો પીછો કરીને એને તોડી પાડયા બાદ ભારતના વિંગ કમાન્ડર અભિનંદન
વર્ધમાનનું વિમાન પીઓકેમાં તૂટી પડયા બાદ તેઓ પકડાઇ ગયા હતા, પણ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાને એમને બે દિવસમાં જ છોડી દેવા પડયા હતા.
ત્રાસવાદનો સામનો કરવા માટે ભારતનો અભિગમ બદલવા માટે
સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ