BJP નેતા સહિત 3ના ગેંગરેપથી ખળભળાટ

ગોંડલના રામોદમાં દલિત યુવતી સાથે ચાલુ કારમાં તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી સહિત ત્રણ શખ્સોએ ગુજાર્યો બળાત્કાર
રિવોલ્વર બતાવી યુવતીને ચૂપ રહેવા ધમકી પણ આપી કોટડા સાંગાણીમાં નોંધાયેલી ફરિયાદ પીડિતા ગોંડલમાં સારવાર હેઠળ

રાજકોટ તા.27
રાજયના શાસક ભાજપ માટે શર્મનાક એવી જધન્ય ઘટનામાં ભાજપમાં એક નેતા સહિત 3 શખ્સો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. દિલ્હીની નિર્ભયા-કાંડની યાદ અપાવતા અપરાધમાં કોટડા સાંગાણી તાલુકા ભાજપના મહામંત્રી સહિત ત્રણ આરોપીઓએ ચાલુ કારે રિવોલ્વરની અણીએ ધમકી આપી વારાફરતી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.
ઉપલબ્ધ વિગતો મુજબ, ગોંડલના રામોદ ગામે ભાજપ નેતા સહિત ત્રણ શખ્સોએ યુવતી ઉપર ગેંગરેપ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રામોદની દલિત યુવતીએ
બળજબરી કારમાં ઉઠાવી જઇ ચાલુ કારમાં જ તાલુકા ભાજપ મહામંત્રી જ તાલુકા ભાજપ મહામંત્રી સહિત ત્રણેય નરાધમોએ યુવતી ઉપર સામુહીક બળાત્કાર ગુજારી રિવોલ્વર બતાવી યુવતીને ચૂપ રહેવા તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી બળાત્કાર પીડીતા યુવતીને સારવાર માટે ગોંડલ, સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. ચકચારી ગેંગરેપનસ ઘટના અંગે કોટડા સાંગાણી પોલીસે ત્રણેય નરાધમો વિરૂધ્ધ ગેંગરેપ, અપહરણ, એટ્રીસીટી, આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપ નેતાના ગેંગરેપની સંગઠનમાં પણ ચકચાર મચી જવા પામી છે.
ચકચારી ઘટનાની મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના રામોદ
ગામે રહેતી 19 વર્ષીય દલિત યુવતી ગઇ કાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકાતી હતી ત્યારે કોટડા સાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી અમિત જેન્તી પડાળીયા અને તેની સાથે શાંતી ગોંવિદ પડાળીયા અને વિપુલ ભાયલાભાઇ શેખડા ત્રણેય શખ્સો સફેદ કલરની કારમાં ઘસી આવ્યા હતા અને અમીત પડાલીયાએ યુવતીનો હાથ પકડી જબરદસ્તથી તેને કારમાં ઉઠાવી જઇ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ જગ્યા હતા. અને ચાલુ કારમાં


જ તાલુકા ભાજપ મહામંત્રી અમિત પડાળીયા સહિત ત્રણેય નરાધમોને યુવતી ઉપર સામુહીક દુષ્કર્મ કરી યુવતીને પીખી નાંખી હતી. અને આરોપી અમીત પડાળીયાએ યુવતીને રિવોલ્વર દેખાડી કોઇને વાત કરશે તો તારા
ભાઇને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી યુવતીને તેના ઘર પાસે કારમાંથી ઉતારી લઇ નાશી ગયા હતા.
સમગ્ર બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો અને યુવતીને તાત્કાલીક
સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવની જાણ થતા કોટડા સાંગાણી પોલીસ કાફલે હોસ્પિટલે દોડી ગયો હતો અને દલિત યુવતીની ફરિયાદદ પરથી સામુહીક દુષ્કર્મ ગુજારનાર નરાધમો તાલુકા ભાજપ મહામંત્રી અમીત, શાંતિ ગોવિંદ અને વિપુલ શેખડા વિરૂધ્ધ અપહરણ, સામુહીક દુષ્કર્મ, ધમકી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે.
ભાજપ નેતાના ગેંગરેપના બનાવથી સંગઠનમાં
ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નરાધમ અમિતની માતા
રામોદ ગામના સરપંચ
રામોદ ગામની દલિત યુવતી ઉપર તાલુકા ભાજપ મહામંત્રી સહિત ત્રણ નરાધમોએ સામૂહિક ગેંગરેપની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે ત્યારે નરાધમ ભાજપ નેતા અમિત પડાળિયાના માતા રામોદ ગામના સરપંચ હોવાનું પણ સામે આવ્યું છે.

શેઈમ શેઈમ: ગોંડલની દલિત યુવતીને વાસનાનો શિકાર બનાવાયાની જેમની સામે ફરિયાદ થઈ છે તે ઓછી માયા નથી. તસવીર તેનો પુરાવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (ડાબેથી પ્રથમ) મંચ શેર કરનાર અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ફોટો સેશન કરાવનારા કોટડાસાંગાણી તાલુકા ભાજપના મહામંત્રી અમિત પડારિયા સહિત ત્રણ સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ગેંગરેપ જેવા જઘન્ય અપરાધથી સમૂચો ભાજપ શર્મશાર હાલતમાં મૂકાઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ