આવાસ યોજનાના ફોર્મ પરત કરવાની તારીખ લંબાવાઈ

ગાજ્યા મેહ વરસ્યા નહીં આવાસના ફક્ત 3693 ફોર્મ પરત આવતા તંત્ર ઘાંઘુ

રાજકોટ તા.15
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇડબલ્યુએસ-2 આવાસનાં ફોર્મ તા.01/02/2020 થી 15/02/2020 સુધી મેળવવા અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. જેની વિશેષ મુદત તા.25/02/2020 સુધી લંબાવવામાં આવેલ છે.
એલઆઇજી પ્રકારના આવાસ માટેના ફોર્મ મેળવવા આગામી તા.17/03/2020ને સોમવારથી શરૂ થશે.
મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇડબલ્યુએસ-2 542, એલઆઇજી-1268, એમઆઇજી – 1268 મળી કુલ – 3078 આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. જેના અનુસંધાને ગત તા.01/02/2020થી 15/02/2020 સુધી ઇડબલ્યુએસ-2નાં ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેવા વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે ઇડબલ્યુએસ-2 આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે
વિશેષ તા.25/02/2020 સુધી લંબાવવામાં આવેલ છે. આ ઉપરાંત, બની રહેલ 1268 એલઆઇજી આવાસના ફોર્મ આગામી તા.17/02/2020થી મળી શકશે અને તા.02/03/2020 સુધીમાં પરત કરવાના રહેશે. રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય
સવારે 10:30 થી સાંજે 04:00
કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે.

રિલેટેડ ન્યૂઝ