રાજકોટ રહેવાલાયક છે ?: લોકો પાસેથી સૂચનો માંગતા મ્યુનિ. કમિશનર

ઇઝ ઓફ લિવીંગ અંતર્ગત રાજકોટ દેશમાં કેટલા ક્રમે છે તે લોકો પોતે નક્કી કરશે

દેશના 111 શહેરોમાંથી રાજકોટને 38 મો ક્રમ મળેલ છે: રેન્ક વધારવા લોકો આગળ આવે
eol2019.orgઓપન કરી અથવા આ કયુ આર કોડ સ્કેન કરીને નાગરિકો પોતાનો ફીડબેક આપી શકશે

રાજકોટ તા.15
સતત વિકસતા રાજકોટ શહેરમાં વધુ સારી સુવિધા અને ફળદાયી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે ઇઝ ઓફ લીવીંગ કામગીરી અંતર્ગત રાજકોટ શહેરનો રેન્જ ઉંચો જાય તે હેતુસર શહેરીજનો પોતાનો ફીડબેક આપી શહેરને રહેવાલાયક શહેરોની યાદીમાં દેશમાં કેટલા ક્રમે છે તે પોતે જ નક્કી કરી શકે તે માટે ઓનલાઇન ફીડબેક આપવાનો અનુરોધ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે શહેરીજનોને કર્યો છે.
ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવી રહેલ બીટી ઓફ લીવિંગનાં સર્વેમાં કયુઆર કોડ સ્કેન કરી ફિડબેક આપવા અથવા 2019 ઓપન કરી સીટીઝન ફીડબેક ઓપન કરી ત્યારબાદ રાજ્ય, શહેર, ભાષા પસંદ કરી અને રાજકોટ શહેરને લગતા પ્રશ્નોનાં જવાબ આપવાથી ઉચો ક્રમાક અપાવી ભવિષ્યની માળખાકીય અને લોકોની સુખકારીની સુવિધામાં વધારો કરવા આયોજનમાં મદદરૂપ થઇએ.
તો આવો રાજકોટ શહેરને રહેવા લાયક છે કે કેમ ? તેનો ફીડબેક આપી રાજકોટ શહેરને ભવિષ્યમાં રહેવા લાયક શહેરમાં ઉચો ક્રમાક અપાવીએ.
ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ભારતનાં વિભિન્ન શહેરો માટે ઇઝ ઓફ લીવિંગ 2018માં શરૂ કરવામાં આવેલ અને હાલમાં ઇઝ ઓફ લીવિંગ 2019 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે. શહેરનાં વિવિધ ક્ષેત્રો જેવા કે હેલ્થ, એજ્યુકેશન, હાઉસીંગ એન્ડ શેલ્ટર, મોબીલીટી સેફ્ટી તથા સિક્યોરીટી, એન્વાયરમેન્ટ, ગ્રીન બીલ્ડીંગ, એનર્જી ક્ધઝમપશન જેવા પાસાઓનું મુલ્યાકન કરવામાં આવે છે.
ઇઝ ઓફ લીંવીગથી થતા ફાયદા
પુરાવા આધારીત શહેરની હાલની વ્યવસ્થામાં સુધારા લાવી શકાય.
સતત વિકસતા જતા શહેરની વધુ સારી સુવિધા આપવામાં મદદરૂપ થઇ શકાય.
લોકોની સુખાકારી માટે સરકારશ્રી દ્વારા રજુ થતી યોજનાઓનાં ફાયદા જાણી શકાય.
શહેરીજનો તથા જાહેર સત્તામંડળ વચ્ચે તાલમેલ સાધી ઝડપી વિકાસ કરી શકાય.
ઇઝ ઓફ લીવિંગ 2019ની કામગીરી સબબ ગત વર્ષે રાજકોટ શહેરને કુલ 111 શહેરોમાંથી 38 મો ક્રમ મળેલ છે. આ વર્ષે રાજકોટ શહેરનો રેન્ક ઉચો જાય તે હેતુસર ઇઝ ઓફ લીવિંગ 2019ની માર્ગદર્શિકા મુજબ શહેરીજનોમાં બહોળી પ્રસિધ્ધી અર્થે શહેરનાં વિવિધ વિસ્તારો તથા જાહેર જગ્યાઓમાં લોકોને ઇઝ ઓફ લીવીંગની અવેરનેસ માટે જાહેર સ્થળો, એલઇડી બોર્ડ તથા સોશ્યલ મીડીયાનાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત તા.01/02/2020 થી 29/02/2020 સુધી કરવામાં આવેલ છે. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તા.29/02/2020 સુધીમાં શહેરીજનો પોતાના ફિડ બેક આપી રાજકોટ શહેરએ રહેવા લાયક શહેરોની યાદીમાં દેશમાં કેટલા ક્રમે છે તે પોતે જ નક્કી કરી શકશે. જાહેરાતમાં જે કયુઆર કોડ/લીંક આપેલ છે તે ઓનલાઇન સ્કેન કરી ફિડબેક આપી શકાશે અથવા તો જ્યારે પણ ભારત સરકારનાં પ્રતિનિધીઓ દ્વારા શહેરીજનોની સુખાકારી વિશે રૂબરૂ મળી સર્વે કરવામાં આવે ત્યારે રાજકોટ શહેરનો રેંન્ક ઉપર આવે તે માટે શહેરીજનોને મળતી સુવિધાઓની સાચી જાણકારી આપવા આગ્રહ ભરી અપીલ કરવામાં આવે છે.
ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવી રહેલ ઇઝ ઓફ લીવિંગનાં સર્વેમાંનીચે કયુઆર કોડ સ્કેન કરી ફિડબેક આપવા અથવા ઓપન કરી સીટીઝન ફીડબેક ઓપન કરી ત્યારબાદ રાજ્ય, શહેર, ભાષા પસંદ કરી અને રાજકોટ શહેરને લગતા પ્રશ્નોનાં જવાબ આપવાથી ઉચો ક્રમાક અપાવી ભવિષ્યની માળખાકીય અને લોકોની સુખકારીની સુવિધામાં વધારો કરવા આયોજનમાં મદદરૂપ થઇએ.
તો આવો રાજકોટ શહેરને રહેવા લાયક છે કે કેમ ? તેનો ફીડબેક આપી રાજકોટ શહેરને ભવિષ્યમાં રહેવા લાયક શહેરમાં ઉચો ક્રમાક અપાવીએ. યજ્ઞહ2019.જ્ઞલિ ઓપન કરી અથવા આ કયુ આર કોડ સ્કેન કરીને નાગરિકો પોતાનો ફીડબેક આપી શકશે.

રિલેટેડ ન્યૂઝ