ચક્રવાલને બચાવવા રૂપાણીનો ભત્રીજો મેદાને, પ્રોફેસરોનો ટેકો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો સામે અધ્યાપકોએ બાંયો ચઢાવી, ‘નાક’ કપાતા સમગ્ર ટીમ જવાબદાર

IQACના ડાયરેકટર સામે પગલાં નહીં લેવાતા અનેક તર્ક-વિતર્ક

ભાજપના બે જૂથ વચ્ચે તડા

ડો.ગિરીશ ભિમાણી વગદાર હોવાથી આબાદ બચાવ થયો હોવાની ચર્ચા

રાજકોટ તા,14
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ‘એ’ ગ્રુપ છીનવાતા તેના પડઘા પડ્યા હતા અને નેકના એક્રીડીએશનની જવાબદારી સંભાળતા કો.ઓર્ડીનેટર પ્રો.આલોક ચક્રવાલને બેદરકારી માટે દોષિત કરવી સસ્પેન્ડ કરતા ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભત્રીજા વિવાદી પ્રોફેસર ચક્રવાલને બચાવવા મેદાને પડ્યા છે અને તેને યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ટેકો જાહેર કરી સતાધીશો સામે બાયો ચડાવી છે.
નેકની વેબસાઈટ ઉપરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ હટાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક કપાયુ હતું અને આ મુદ્દો વિવાદાસ્પદ બનતા ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ‘એ’ ગ્રેડ છીનવાતા દોષનો ટોપલો ઈન્ટરનલ કવોલીટી એસ્યોરન્સ સેલના કો.ઓડીનેટર પ્રો.આલોક ચક્રવાલ ઉપર ઢોળવામાં આવ્યો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેના પડઘા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પડ્યા હતા. તેમ જે હોદ્દા પરથી હટાવી મુળ જગ્યા વાણીજ્ય ભવનમાં નિમણૂંક આપવામાં આવી છે.
ડો.આલોક ચ્રવાલને હોદ્દા પરથી હટાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો મેદાને પડ્યા છે અને સતાધિશો સામે બાયો પડાવી છે. આ બાબતે મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી ખુલ્લીને સામે આવ્યા છે અને જણાવ્યું છે કે આ માટે કોઈ એક વ્યક્તિ ઉપર દોષનો ટોપલો ઢોળી શકાય નહી તેના માટે સમગ્ર ટીમ જવાબદાર છે. સમગ્ર ટીમે જવાબદારી સ્વીકારવી પડે આ મેસેજ એક ગ્રુપમાં વાઈરલ થતા આ વાતને પ્રોફેસરોએ પણ સમર્થન આપી ટેકો જાહેર કર્યો છે.
આઈકયુએસીમાં ડાયરેકટર ડો.ગીરીશ ભીમાણી છે અને સુત્રોમાંથી મળતી વિગત મુજબ તેઓ ભાજપના રાજકોટના ટોચના નેતાના સંબંધી છે જેથી આ પ્રકરણમાં સતાધીશો તેમની સામે કાર્યવાહી કરતા હાથ હેઠા મુકી દીધા છે. ચાર ટર્મથી સિન્ડીકેટ સભ્યપદે રહેલા ડો.ગીરીશ ભીમાણીના વગના મુળિયા ઉંડી છે અને તેઓ ભાજપના વફાદાર ગણવામાં આવે છે. આ ટીમમાં ડો.સમીરભાઈ વૈદ્ય, કમલ મહેતા, ધ્વની વચ્છરાજાની, સંજય મુખર્જી સહિતના સભ્યોની ટીમ છે. તે પણ આ પ્રકરણમાં જવાબદાર છે તેવી ચર્ચા પ્રોફેસરોમાં થઈ રહે છે અને તેમના વિરુધ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ.
સુત્રોના જણાવ્યા અનુસાર ડો.આલોક ચક્રવાલે રાત્રીઓ અંગે સતાધિશોનું ધ્યાન પણ દોર્યું હતુ છતાં પણ તેમની વાતને નજર અંદાજ કરવામાં આવી હતી. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેકમાં ‘નાક’ કપાયું છે અને જેને યુનિવર્સિટીને ચેતવણી આપી હતી તે વ્યક્તિ સામે એકલા વિરુધધ પગલા કેમ ભરવામાં આવ્યા છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ભાજપના બે જુથ વચ્ચે તડા
નેકમાં નાક કપાતા આલોક ચક્રવાલ સામે થયેલી કાર્યવાહીમાં મેહુલ રૂપાણી તેમને બચાવવા મેદાને પડતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આઈક્યુએસીના ડાયરેકટર ડો.ગીરીશ ભિમાણી પણ ભાજપના સભ્ય હોય અને વગદાર નેતાના સંબંધી હોવાથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોનું પલડું ભારે રહેશે તે સવાલ ઉઠ્યો છે. આ પ્રકરણથી પોતાના અંગતોને બચાવવા ભાજપના બે જુથ વચ્ચે જ તડા પડી ગયાનું ચર્ચાઈ રહ્યું છે.
લાઈબ્રેરીયનને પરીક્ષા નિયામકનો ચાર્જ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયમક તરીકે ફરજ બજાવતા અમીત પારેખ પાસેથી પરીક્ષાનો હવાળો છીનવી લઈ તેમને મહેકમમાં ફેંકયા છે અને પરીક્ષાની વધારાની કામગીરીનો હવાલો લાયબ્રેરીના ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા નિલેશ સોનીને સોંપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ