વીજ કર્મચારીઓને દિવાળી, એરિયર્સની રકમ ચૂકવવા મંજૂરી

રાજકોટ તા. 14

પીજીવીસીએલ સહિત રાજ્યના 55 હજાર કર્મચારીઓની હડતાલના એલાન પૂર્વે જ સરકાર ઝૂકી
રાજકોટ સહિત રાજયના 55 હજાર વીજ કર્મચારીઓને ઉર્જામંત્રીએ દિવાળી ભેટ આપી છે. પગારભથ્થા વધારા સહિતની કરવામાં આવેલી માંગણી પૈકી આઠ માગણીનો સ્વિકાર કરવામાં આવતા વીજ કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઇ છે. વીજકર્મચારીઓએ આપેલ હડતાલની ધમકીના પગલે રાજય સરકાર ઝૂકી છે અને મોટાભાગની માંગણીઓનો તાત્કાલીક નિકાલ કરવાની ખાતરી આજે ઉર્જામંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
આજ રોજ ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ (એજીવીકેએસ અને જીબિયા)દ્વારા કરવામાં આવેલ માંગણીઓ અન્વયે માનનનીય ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ સાથે એજીવીકે એસ ના પ્રમુખ ભરતભાઇ પંડ્યા અને જીબિયા ના પ્રમુખ ગોરધનભાઇ ઝડફિયાની ઉપસ્થિતમાં મળી હતી.
આ બેઠકમાં એલાઉન્સ ની એરિયર્સ ની રકમ 01.01.2016 થી બોર્ડ માં મંજુર કરી આપી સરકાર ની મંજૂરી માટે મોકલી વહેલાસર ચૂકવી આપવા નિર્ણય લેવાયો છે.
10 અને 100 ના રાઉન્ડ માં 100 માં સુધારો કરી તમામ યુનિયન અને એસોસિએશન લેબર કમિશનર માં ફરી સહમતી આપ્યે સુધારો કરી લાભ આપવામાં આવશે વિદ્યુત સહાયકો ને નોકરી ની તારીખ થી હાયરગ્રેડ આપવા નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત ટી એ બિલો અને એડવાસ અને પેટ્રોલ એલાઉન્સ માં જરૂરી સુધારો અમલી કરવામાં આવશે, ટેક્નિકલ સ્ટાફ ને ફરજ માં રહેલ જોખમ ને ધ્યાને રાખી અને તમામ મુદ્દાઓ ધ્યાને લઇ દરખાસ્ત મોકલવા સહમતી થયેલ છે, હક્ક રજાઓ નું રોકડ માં રૂપાંતર કરવા બાબતે ફરી થી વ્યાજબી કારણો સહિત દરખાસ્ત કરવામાં આવશે મેડિકલ સ્કીમ માં હાલ ની આવક મર્યાદા માં વધારો કરવામાં આવશે.
જી એસ ઓ 4 મુજબ ડિસ્કોમ ને પૂરતો સ્ટાફ મંજુર કરવા ની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરી સ્ટાફ આપવાની ઉર્જામંત્રી એ સૂચના આપેલ છે તેમજ ડીવીઝન અને સર્કલ ના સ્ટાફ સેટ અપ ના ધોરણો નક્કી કરી સ્ટાફ મંજુર કરવામાં આવશે તેમજ જેટકો કંપની ના સ્ટાફ ધોરણોની દરખાસ્ત હાલ નાણાં વિભાગ માં પડેલ તેને મજૂર કરાવવા કાર્યવાહી કરી ભરતી કરવામાં આવશે આમ તમામ પ્રશ્નો ની હકારાત્મક મંત્રણાઓ કરવામાં
આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ