પ્રખ્યાત ગોરસ શુધ્ધ ઘીમાં તેલની ભેળસેળ ખુલી

રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે અલગ-અલગ સ્થળોએથી ખાદ્યપદાર્થના સેમ્પલ લઇ પૃથ્થક્કરણ લઇ બરોડા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ જેનો રીપોર્ટ આજરોજ આવતા ગોરસ બ્રાંડ ઘી માં વેજીટેબલ તેલની મિલાવટ બહાર આવી છે તેમજ ઝીલમીલ બ્રાન્ડ મગફળીના શુધ્ધ સીંગતેલ મીસ બ્રાન્ડેડ હોવાનું જાહેર થયું છે આથી ફુડ વિભાગ દ્વારા બંને મીસ બ્રાન્ડેડ થયેલ ખાદ્ય પદાર્થોના વેચાણકર્તા વિરૂધ્ધ નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આજરોજ વધુ 30 હોટલ-રેસ્ટોરન્ટના કીચનમાં લગાવવામાં આવેલા નો-એન્ટ્રીના ડીસ્પ્લે બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય અધિકારી ડો.પંકજ પી. રાઠોડ અને ફુડ ઇન્સ. અમીત પંચાલના જણાવ્યા મુજબ ગત માસે શહેરમાંથી અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે બરોડા ખાતે લેબ.માં મોકલવામાં આવેલ. જેનો રીપોર્ટ આજરોજ આવતા બે સેમ્પલ ફેઇલ થયાનું જાણવા મળેલ છે. પ્રથમ ઝીલમીલ બ્રાન્ડ મગફળીનું શુધ્ધ સીંગતેલ મીસ બ્રાન્ડેડ અને ગોરસ શુધ્ધ ઘીમાં વેજીટેબલ ફેટ અને તેલની હાજરી જોવા મળતા ગોરસ ઘી સેન્ટર કોઠારીયા રોડના માલીક તેમજ રૈયા રોડ પર આવેલ યશ એન્ટરપ્રાઇઝને માલીકને નોટીસ ફટકારવામાં આવી છે. ઉપરોક્ત બંને સેમ્પલ ફેઇલનો રીપોર્ટ આવતા ફુડ વિભાગે જણાવેલ છે કે ઉપરોક્ત બંને બ્રાંડના ખાદ્ય પદાર્થનો ખાવામાં ઉપયોગ કરવો નહી.
ફુડ વિભાગ દ્વારા આજે હોટલ-રેસ્ટોરન્ટ વિરૂધ્ધ ઝુંબેશ યથાવત રાખવામાં આવી હતી અને ત્રણેય ઝોનના અલગ -અલગ વિસ્તારોમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી કીચનમાં લગાવેલ 30 નો એન્ટ્રીના ડીસ્પ્લે બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા. ફુડ વિભાગ દ્વારા આજરોજ સાઉથ સાઉથ એન્ડ પંજાબી કોર્નર, નાના મૌવા રોડ, સિઝન 3, નાના મૌવા રોડ, ઓન્લી ઢોસા, નાના મૌવા રોડ, ચા ની કિટલી કાફે, નાના મૌવા રોડ, શ્રીજી ફેન્સી ઢોંસા, નાના મૌવા રોડ, પીપલ્સ ઓફ પંજાબ, નાના મૌવા રોડ, બીનાકા ડાઇનીંગ હોલ, નાના મૌવા રોડ, લાપીનોઝ પીઝા, રામકૃષ્ણ નગર મે. રોડ, ઢોસા હબ, ઢેબર રોડ, તાજ રેસ્ટ્રો એન્ડ કાફે, અક્ષર માર્ગ, આકાશ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ, અક્ષર માર્ગ, આરીયા મલ્ટી ક્યુસીન, અક્ષર માર્ગ, ટીજીબી કાફે એન્ડ બેકરી, જય સરદાર રેસ્ટોરન્ટ, ચંદ્રેશનગર મે. રોડ, જયહો કાઠીયાવાડી રેસ્ટો., ચંદ્રેશનગર મે. રોડ, સ્વાતિ ફેમીલી રેસ્ટોરન્ટ, ચંદ્રેશનગર મે.રોડ, હોટલ એવર શાઇન, લીમડા ચોક, હોટલ સરોવર પોર્ટીકો, લીમડા ચોક, હોટલ ક્ધફર્ટ ઇન, લીમડા ચોક, માધવ રેસ્ટોરન્ટ, કોર્પોરેશન ચોક સહિતના હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમ્યાન રસોડામાં બોર્ડ લગાવેલા જોવા મળેલ. પરીણામે ફુડ વિભાગ દ્વારા નો એન્ટ્રીના ડીસ્પ્લે બોર્ડ દૂર કરી સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ