રામમંદિરનો ફેંસલો આપનારા CJI ગોગોઇને ઝેડ-પ્લસ સુરક્ષા

નવી દિલ્હી :અયોધ્યા કેસમાં આજે સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આવવાનો છે. અયોધ્યા પર આવનારા આ નિર્ણયને પગલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ણ+ સુરક્ષા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ મામલા પર નિર્ણય સંભળાવશે.
આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ
હકીકતમાં, સુપ્રિમ કોર્ટે 16 નવેમ્બરના રોજ તમામ પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. દેશનો આ સૌથી જૂનો મામલો છે, અને આ મામલામાં 40 દિવસ સુધી નિયમિત સુનવણી થઈ હતી. સુપ્રિમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીની આ બીજી ચાલેલી સૌથી લાંબી સુનવણી હતી. સૌથી લાંબી સુનવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસ સુધી સુનવણી ચાલી હતી.
આ મામલાની સુનવણી પૂરી થયા બાદ દેશી શીર્ષ અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (ઈઉંઈં છફક્ષષફુ ૠજ્ઞલજ્ઞશ) ના રિટાયર્ડમેન્ટ પહેલા આ કેસનો નિર્ણય આવશે. ન્યાયાધીશ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર્ડ થઈ રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ