400 વર્ષના કેસનો 40 દિવસમાં ફેંસલો

જમીનની માલિકી, શરિયા
કાનૂન, હિન્દુ ધાર્મિક આધાર, અને આર્કિયોલોજિકલ સર્વે સહિતના આધાર પર ચાલી દલીલો અને પ્રતિ દલીલો

નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ બંધારણીય બેંચ બેઠી અને મેરેથોન સુનાવણી બાદ 16 ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખી લેવાયો હતો. સુપ્રીમ કોર્ટમાં આ અત્યાર સુધીનો સૌથી લાંબો કેસ છે. 40 દિવસ હિંદુ અને મુસ્લિમ પક્ષકારોએ જોરદાર અને દમદાર દલીલો રજૂ કરી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ કેશવાનંદ ભારતીથી સંબંધિત કેસ બાદ બીજા નંબરની સૌથી લાંબી સુનાવણી છે. એ કેસમાં 68 દિવસ સુધી સુનાવણી ચાલી હતી.

આ 11 સવાલ પર
ચાલી સુનાવણી

સુપ્રીમે જે 11 સવાલ પર 40 દિવસ સુનાવણી કરી તે આ મુજબ હતા

  1. વિવાદિત સ્થળ પર માલિકીનો હક: સુપ્રીમ કોર્ટની સામે સૌથી મહત્વનો સવાલ એ છે કે, 2.77 એકર વિવાદિત જમીન પર માલિકીનો હક કોનો છે?
  2. વિવાદિત સ્થળ પર પઝેશન કોનું રહ્યું: આ સવાલનો પણ જવાબ સુપ્રીમ કોર્ટ તરફથી મળશે. બંને પક્ષકારોનો દાવો છે કે, પઝેશન તેમનું કહ્યું છે.
  3. ભગવાન રામનું જન્મસ્થળ : ભગવાન રામનું જન્મસ્થળ ક્યાં છે? એ કઈ જગ્યા છે જ્યાં ભગવાન રામનો જન્મ થયો? તેના પર બંને પક્ષકાર સામ-સામે છે.
  4. જન્મસ્થળ જ ન્યાયિક વ્યક્તિ: આ એક મુખ્ય મુદ્દો સામે આવ્યો છે. જન્મસ્થળને જ કાયદાકીય વ્યક્તિનો દરજ્જો આપવામાં આવે કે નહીં, એ પણ સવાલ સુપ્રીમ કોર્ટની સામે છે.
  5. એએસઆઈનો રિપોર્ટ: આર્કિયોલોજિક્લ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટને બંને પક્ષકાર પોતાના ફેવરમાં જણાવી રહ્યા છે અને એકબીજાની દલીલને નકારી રહ્યા છે.
  6. વિદેશી મુસાફરોની નોંધ અને ગેજેટિયર્સ: આ મામલે વિદેશી મુસાફરોની નંધ અને ગેજેટિયર્સમાં વિવાદિત સ્થળ વિશે ઘણા સંદર્ભ છે, તેના પર સ્થિતિ સ્પષ્ટ થશે.
  7. ખોદકામના અવશેષમાં મંદિર અને મસ્જિદના દાવા: મહત્વનો સવાલ છે કે આખરે જો ખોદકામમાં સ્ટ્રક્ચર મળ્યા હતા તે મંદિરના અવશેષ હતા કે નહીં.
  8. મંદિર તોડીને મસ્જિદ બની હતી કે નહીં: એ પણ સવાલ ઉઠ્યો છે કે, મસ્જિદ જ્યારે બનાવાઈ તો શું તે મંદિર તોડીને બનાવાઈ કે મંદિરના સ્ટ્રક્ચર પર બનાવાઈ કે પછી ખાલી જમીન પર.
  9. વિવાદિત સ્થળ પર પૂજા થતી રહી કે નમાજ કે પછી બંને: આ સવાલ પર પણ બંનેના પોત-પોતાના દાવા છે અને આ દાવા માટે સાક્ષીઓ વગેરે છે પણ સવાલ મહત્વનો છે.
  10. વિવાદિત સ્થળ પર મૂર્તિ હતી કે નહીં: એ પણ મહત્વનો સવાલ છે કે આખરે મૂર્તિ વચ્ચેના ગુંબજની નીચે હતી કે નહીં.
  11. મસ્જિદ તોડ્યા બાદ તેની પ્રકૃતિ પર શું અસર: એ પણ મહત્વનો સવાલ છે કે શું મસ્જિદમાં જો નમાજ ન પઢવામાં આવે તો તે મસ્જિદ ન કહેવાય?
    આ 40 દિવસ દરમિયાન કયારે શું સુનાવણી થઇ તે અતિ રસપ્રદ છે
    1લો દિવસ: નિર્મોહી અખાડાએ કહ્યું કે વિવાદિત માળખુ 2.77 એકર પર સૈંકડો વર્ષોથી નિર્મોહી અખાડાની માલિકી રહી છે.
    2જો દિવસ: રામલલા વિરાજમાનની દલીલ છે કે રામમાં આસ્થા રાખનારનો વિશ્વાસ એ વાતની સાક્ષી છે કે અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામનો જન્મ થયો હતો.
    3જો દિવસ: રામલલા વિરાજમાનની દલીલ છે કે હાઈકોર્ટમાં કોઈપણ પક્ષકારે વિવાદિત સ્થળના ભાગલા માટે નહોતુ કહ્યું પરંતુ હાઈ કોર્ટે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વહેંચણી કરી. જન્મસ્થાનનું ખાસ મહત્વ છે.

4થો દિવસ: રામલલા વિરાજમાનના વકીલ

કે.પરાસરને કહ્યું કે હિંદુ ધાર્મિક માન્યતાઓમાં દેવતાઓનો કોઈ વિશેષ આકાર જરુરી નથી. દેવતા કણ-કણમાં વસે છે.
5મો દિવસ: રામલલાના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી કે જન્મસ્થાન જ દેવતા છે અને જન્મસ્થાનની વહેંચણી ન કરી શકાય કારણકે દેવતાની વહેંચણી ન થઈ શકે. 6ઠ્ઠો દિવસ: હિંદુ પક્ષકારની દલીલ છે કે રામ જન્મસ્થાન પર બનેલા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને જો મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવશે તો શરિયા કાનૂન આવી મસ્જિદને માન્યતા આપતું નથી.
7મો દિવસ: રામલલા વિરાજમાનના વકીલે દાવો કર્યો કે જે જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી. તેની નીચે મંદિરનું મોટું માળખું હતું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં પણ એ સ્પષ્ટ છે. 8મો દિવસ: હિંદુ પક્ષકારની દલીલ હતી કે 12 સદીના જે શિલાપટ્ટ અને શિલાલેખ મળ્યા છે. તેના સાક્ષી જણાવે છે કે ત્યાં વિશાળ વિષ્ણુ મંદિર હતું. મસ્જિદ બનાવ્યા પછી પણ હિંદુ ત્યાં પૂજા કરતા હતાં. 9મો દિવસ: હિંદુ પક્ષકારનું કહેવું હતું કે જો જન્મસ્થાન જ દેવતા છે તો પ્રોપર્ટી તેમનામાં જ છે એટલે કે પ્રોપર્ટી દેવતાની થઈ અને આ સ્થિતિમાં કોઈ જ તે જમીન (જન્મસ્થાન) પર દાવો ન કરી શકે. દેવતાને તેની પોતાની સંપત્તિથી અલગ ન કરી શકાય.
10મો દિવસે: પૂજારી ગોપાલ દાસ વિરાસદ તરફથી રજૂ સીનિયર વકીલ રંજીત કુમારે દલીલ કરી કે તે મૂળ પક્ષકાર છે અને તેને જન્મસ્થાન પર પૂજા કરવાનો અધિકાર છે. 11મો દિવસ: નિર્મોહી અખાડા તરફથી દલીલ કરવામાં આવી કે અમારો દાવો ટાઈટલ પર નથી પરંતુ અમારો દાવો છે કે અમે જન્મસ્થાન પર સ્થિત મંદિરના શેબિયત(મેનેજર એટલે કે દેખરેખ કરનારા)છીએ અને પઝેશન પર અમારો દાવો છે.
12મો દિવસ: નિર્મોહી અખાડાની દલીલ અમે દેવ સ્થાનું મેનેજમેન્ટ કરીએ છીએ અને પૂજાનો અધિકાર ઈચ્છીએ છીએ. 13મો દિવસ: નિર્મોહી અખાડાની દલીલ છે કે વિવાદિત ઢાંચામાં 1934 બાદ કોઈ મુસ્લિમે પ્રવેશ કર્યો નથી. ત્યાં મંદિર હતું. 14મો દિવસ: હિંદુ પક્ષકારના વકીલે કહ્યું કે બાબરનામામાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે મીર બાકીએ મસ્જિદ બનાવડાવી હતી, ખરેખર ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવડાવ્યું હતું. 15મો દિવસ: હિંદુ પક્ષકારના વકીલે દલીલ કરી કે ઈસ્લામ મતે અન્યોના પૂજા સ્થળને પાડીને મસ્જિદ ન બનાવી શકાય. ઈસ્લામિક કાયદા મુજબ અહીં મસ્જિદ ન હોઈ શકે.
16મો દિવસ: શિયા વક્ફ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે અમે એક તૃતાંશ ભાગ હિંદુઓને આપવા માંગીએ છીએ. 17મો દિવસ: મુસ્લિમ પક્ષકાર તરફથી રાજીવ ધવને કહ્યું કે જ્યાં સુધી ટાઈટલ શૂટનો સવાલ છે તો આવા કેસમાં ઐતિહાસિક દલીલનો કોઈ અર્થ રહેતો નથી અને સંપતિના માલિક દ્વારા સંપતિનો ઉપયોગ ન કરવાથી તેનો માલિકી હક પૂર્ણ થતો નથી. 18મો દિવસ: સુન્ની વક્ફ બોર્ડે કહ્યું બાબરી મસ્જિદમાં સુનિયોજિત રીતે અટેક કરવામાં આવ્યો અને કપટથી મૂર્તિ મૂકવામાં આવી. 19મો દિવસ: મુસ્લિમ પક્ષકારે નિર્મોહી અખાડાના મેનેજમેન્ટના અધિકારનો વિરોધ તો ન કર્યો પરંતુ તેમની માલિકીનો હક પણ નહોતો.
20મો દિવસ: સુન્ની વકફ બોર્ડે દલીલ કરી કે રામ ચબૂતરા પર પૂજા અને પૂજાના અધિકારની અમે ક્યારેય મનાઈ કરી નથી. 21મો દિવસ: રાજીવ ધવને દલીલ કરી કે, 22 ડિસેમ્બર 1949એ જે ભૂલ થઈ તેને તેને ચાલુ રાખી શકાય નહીં. 22મો દિવસ: રાજીવ ધવને કહ્યું કે, તેમને ધમકી આપવામાં આવી રહી છે. હવે તેમને ફેસબુક પર ધમકી આપવામાં આવી છે. તેમના ક્લર્કને પણ ધમકાવવામાં આવ્યા છે. 23મો દિવસ: મુસ્લિમ પક્ષકારની દલીલ છે કે મસ્જિદની અંદર અલ્લાહ લખાયાના પુરાવા છે. ત્યાં સતત 1934 પછી પણ નમાજ પઢવામાં આવતી રહી અને તેના ઘણા પુરાવા છે.
24મો દિવસ: મુસ્લિમ પક્ષકારોના વકીલે કહ્યું કે જન્મસ્થળ કાયદાકીય વ્યક્તિ નથી. 25મો દિવસ: રાજીવ ધવને કહ્યું કે, એ વાતને કોઈ નકારી ન શકે કે ભગવાન રામનો અયોધ્યામાં જન્મ થયો હતો. પરંતુ, શું માત્ર આસ્થાના આધાર પર કોઈ સ્થાન વિશેષને કાયદાકીય વ્યક્તિ માની શકાય છે. 26મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે, રામ ચરિત માનસથી લઈને રામાયણ ક્યાં પણ તેનો ઉલ્લેખ નથી કે હકીકતમાં કઈ જગ્યાએ રામનો જન્મ થયો હતો. 27મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે 1885માં તમામ કાર્યવાહી રામ ચબુતરા માટે થઈ હતી.
28મો દિવસ: મુસ્લિમ પક્ષકારના વકીલે કહ્યું કે, 1985માં ન્યાય બનાવાયું અને દેશભરમાં કાર સેવકો દ્વારા આંદોલન ચલાવાયું અને વિશ્વ હિંદુ પરિષદએ આંદોલનને સંગઠિત કરી ગતિ આપી અને પછે દેશભરમાં માહોલ બનાવાયો અને 1992માં બાબરી મસ્જિદને પાડી દેવામાં આવી.
29મો દિવસ: રાજીવ ધવને દલીલ કરી કે અમે ભગવાન રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થળનું સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન નહીં થાય તો દેશ ખતમ થઈ જશે. 30મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે, રામ ચબુતરો જન્મસ્થળ છે એવું કહેવામાં કોઈ વાંધો નથી, કેમકે પહેલા જ ત્રણ-ત્રણ કોર્ટ એ વાતને કહી ચૂકી છે પરંતુ અમારો દાવો સમગ્ર જગ્યાને લઈને છે.
31મો દિવસ: સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું કે અમને તે બિલકુલ સ્વીકાર નથી કરતા કે રામ ચબૂતરો ભગવાન રામનું જન્મસ્થાન છે. 32મો દિવસ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે બંને પક્ષકાર પોતાની દલીલની સમયસીમા નક્કી કરે કે જેથી સુનાવણી 18 ઓક્ટોબરે પૂર્ણ કરી શકાય. 33મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે એએસઆઈ રિપોર્ટ એક નબળો સાક્ષ્ય છે. આ રિપોર્ટ સંપૂર્ણરીતે કલ્પના પર આધારિત છે. 34મો દિવસ: મુસ્લિમ પક્ષકાર વકીલ શેખર નાફડેએ દલીલ આપી કે 1885નો કેસ અને અત્યારના કેસમાં માત્ર એટલો ફરક છે કે 1885માં વિવાદિત સ્થળની એક જગ્યા પર દાવો કરવામાં આવ્યો હતો અને હવે પૂરા હિસ્સામાં દાવો કરવામાં આવ્યો છે. 35મો દિવસ: હિન્દુ પક્ષકારની દલીલ છે કે રામ જન્મસ્થાન ન્યાયિક વ્યક્તિત્વ છે. 36મો દિવસ: રામલલા વિરાજમાનના વકીલે કહ્યું કે મસ્જિદની નીચે જે સ્ટ્રક્ચર હતું તેમાં કમળ સહિતના સાક્ષ્ય મળ્યા છે જેમાં એવું નિષ્કર્ષ નીકળે છે કે ત્યાં મંદિર હતું. 37મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે આ વાત કોઈ નકારી શકે નહીં કે રામ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો હતો. પણ વિવાદ જન્મસ્થળનો છે. તેમનો જન્મ વચ્ચેવાળા ગુંબજની નીચે નહોતો થયો.
38મો દિવસ: મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અદાલત તમામ સવાલ અમને જ કેમ કરી રહી છે, હિન્દુ પક્ષકારોને કેમ નહીં? 39મો દિવસ: હિન્દુ પક્ષકારના વકીલ પરાસરને મુસ્લિમ પક્ષકારો તરફથી રજૂ કરવામાં આવેલી દલીલનો જવાબ આપતા કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બાબરે મસ્જિદ બનાવી હતી અને આ ઐતિહાસિક ભૂલને સુધારવાની જરૂર છે. 40મો દિવસ: મુસ્લિમ પક્ષકારે કહ્યું કે ત્યાં બીજી વખત બાંધકામનો અધિકાર અમારો છે. પ્રેયર કરવાનો અધિકાર અમારો છે કારણકે ટાઈટલ અમારું છે. અહીં સુધી કે ચબૂતરાનો પાર્ટ પણ મસ્જિદનો છે. મસ્જિદ માત્ર ગુંબદ નથી.

રિલેટેડ ન્યૂઝ