એકતા જ આપણી તાકાત : શાંતિ જાળવવા ધર્મગુરુઓની અપીલ

ચુકાદાને સન્માનપૂર્વક આવકારીએ
સુપ્રીમ કોર્ટ દ્વારા રામજન્મભૂમિ સંદર્ભમાં જે મહત્ત્વનો ચુકાદો આવે તેને સન્માનપૂર્વક આવકારીએ. કોઈપણ જાતનો ઉશ્કેરાટ ન દાખવતાં સંયમપૂર્વક શાંતિ જળવાય તેની કાળજી રાખીએ. ગુજરાત સહિત દેશભરમાં સૌ કોઈ શાંતિ, કોમી એખલાસ અને ભાઈચારો જાળવી રાખે તેવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ.
આ સમય સંયમ અને ભાઈચારાનો
આપણા દેશનાં લોકોને સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેનાં ચુકાદાનું સૌ દ્વારા સ્વાગત કરવામાં આવશે. હું તમામને વિનંતી કરું છું કે કોઈપણ અફવાઓને પ્રતિસાદ ન આપવો કે ન ફેલાવવી. આ સમય સંયમ સાથે વર્તવાનો અને અન્ય કોમો સાથે ભાઈચારાનાં આપણાં મૂલ્યો
દર્શાવવાનો છે
વિવિધતામાં એકતા આપણી સંસ્કૃતિ
અનેકતા એટલે કે વિવિધતામાં એકતા આપણા દેશની સંસ્કૃતિ છે. વિવિધ પ્રાંત અને ભાષા છતાં આપણે એકબીજાનું ગૌરવ જાળવીએ છીએ. આ સંજોગોમાં દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકાએ મંથન કર્યા પછી જે ચુકાદો આપ્યો છે, તેનું સન્માન જાળવીએ અને કોઈ જાતનો ઉશ્કેરાટ ફેલાય તેવી પ્રવૃત્તિથી દૂર રહીને સામાજિક સદ્ભાવ જળવાય તેની કાળજી રાખીએ. – પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જાણીતા કથાકાર
કોમી એખલાસ જાળવી રાખીએ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સામાજિક સંવાદિતાનું જીવંત ઉદાહરણ છે. શનિવારે સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવે તેને માથે ચઢાવીને અશાંતિ ન ફેલાય અને પરસ્પર સદ્ભાવ, કોમી એખલાસ, શાંતિ, ભાઈચારો જળવાઇ રહે તેની કાળજી રાખીએ એવી આગ્રહભરી વિનંતી છે.
સ્નેહ-સદ્ભાવથી જ સંસ્કૃતિ ટકે
સહિષ્ણુતા અને આદરપૂર્વક સમાજની પ્રગતિ એ સનાતન ધર્મનો પાયો છે. પરસ્પર સ્નેહ અને સદ્ભાવ દ્વારા જ હજારો વર્ષથી આપણી સંસ્કૃતિ ટકી છે.

ઉત્તેજના અને અફવાઓથી દૂર રહી આપણે સૌહાર્દ જાળવીને ન્યાયપાલિકા તેમજ લોકશાહીનું સન્માન કરીએ એ આજનો યુગધર્મ છે.

દેશભરમાં શાંતિ જળવાઈ રહે
ગુજરાતની તમામ જનતાને મારી ખાસ અપીલ છે કે સમગ્ર રાજ્યનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે. પરસ્પર મૈત્રી, ભાઈચારો જળવાઈ રહે તે માટે સજ્જ રહેવાનું છે. ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે ગુજરાત સહિત દેશભરમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે.

રિલેટેડ ન્યૂઝ