મંદિરની તરફેણમાં સુપ્રીમ ચુકાદો

નવીદિલ્હી તા,9

ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર કરવો જોઇએ તેમ કહી સુપ્રીમ કોર્ટે જગાડી પ્રચંડ આશા
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ પર સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો આવી ગયો છે. ચીફ જસ્ટિસ સહિત પાંચ જજોએ સર્વસંમતિથી આપેલા ચુકાદામાં દેશ આખો જેની રાહ જોઈ રહ્યો છે તે અંતિમ નિર્ણય સ્પષ્ટ થતા પહેલા હાલ મળી રહેલા નિર્દેશ હિન્દુ ધર્મની તરફેણના જણાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વના તારણો રજુ કરતા જણાવ્યું કે વિવાદિત સ્થળથી મળેલા પુરાતત્વીષ અવશેષોની અવગણના ન કરી શકાય ; આર્કિયોલોજીકલ સોસાયટીના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ત્યાંથી ખોદકામમાં જે અવશેષો મળ્યા તેમાં ઈસ્લામિક ઢાંચો નહોતો, 12મી સદીનું રામમંદિર હોવાની રિપોર્ટમાં વાત છે. જોકે, તે રામ જન્મભૂમિ હતી કે કેમ તે નકકી ન થઈ શકે.

મુસ્લિમ પક્ષ વિવાદી જમીન પર પોતાનો એકાધિકાર સાબિત નથી કરી શકયો એ સ્થળેથી રામ ચબૂતરા અને સીતા રસોઈના પ્રમાણ મળી આવ્યા છે.
આપ આ અહેવાલ વાંચી રહ્યા હશો ત્યારેે સંભવ છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણનો ટંકાર થઇ ચૂકયો હશે. સર્વોચ્ચ અદાલત રામજન્મભૂમિની માલિકીના વિવાદ મામલે ઐતિહાસિક ચુકાદો વિવાદ મામલે ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. સુપ્રીમના નિર્ણય વિશે ગઇકાલ સાંજથી જ પ્રવર્તી રહેલી અટકળો વચ્ચે અયોધ્યથી લઇને સમગ્ર દેશમાં એલર્ટ અપાયેલું છે. અને દેશ આખો રામભરોસે છે.! આ તકે, મોટે ભાગે નિર્ણય હિન્દુ ધર્મની તરફેણમાં આવે તેવા અનુમાનને લઇને હિન્દુ સંગઠનો-વિશ્ર્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગદળ, અને તેના સહયોગી ભાજપમાં ચોકકસ ઉન્માદ તો છે પરંતુ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામતની જેમ સંયમ અને શાંતિ જાળવવાની અપીલ સહુએ કરી છે, અને ભારેલો આનંદ ઢબૂરાયેલો છે.
સર્વોચ્ચ અદાલતમાં સવારે ચીફ જસ્ટિસ સહિત પાંચ જજની ખંડપીઠ ચૂકાદો સંભળાવવાની છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, જમ્મુકાશ્મીર સહિત છ રાજયમાં સાવચેતી અને સલામતી ખાતર ધારા 144 લાગુ કરી દેવાઇ છે.
ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ચુકાદાને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટની બે કિલોમીટર આસપાસ લોખંડીદ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, અને ચિફ જસ્ટિસ સહિત પાંચે’ય ન્યાયમૂર્તિઓની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
સમગ ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે અને અયોધ્યા તો જાણે લશ્કરી છાવણીમાં જ ફેરવાઇ ગયું છે. 35 સીસીટીવી અને 10 ડ્રોન તેમજ હેલિકોપ્ટરથી ક્ધટ્રોલરૂમ લખનઉમાં શરૂ કરી દેવાયો છે. બીજી તરફ, જયપુર, કાશ્મીર, બેંગ્લુરૂ, ભોપાલ, જયપુર જેવા વિસ્તારોમાં પણ 144ની કલમ લાગુ કરી દેવાઇ છે. યુપીમાં તો 11મી તારીખ સુધી શાળા કોલેજો પણ બંધ રાખવાનો આદેશ છે તો દેશભરમાં સોશ્યલ મીડિયામાં કોઇ અફવા ન ફેલાવવા અને ઉત્તેજના, જનક મેસેજ ન મૂકવા ફરમાન કરાયું છે. ઉત્તરપ્રદેશમાં ઇન્ટરનેટર સેવાહાલ બંધ કરી દેવાઇ છે. અયોધ્યામાં પેરા મિલીટ્રી ફોર્સની 60 કંપની અને 1500 સુરક્ષા કર્મીઓ તૈનાત છે.
ભાજપે આ ચુકાદા સંદર્ભે દિલ્હી ખાતે મહા બેઠક બોલાવી છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ જે પણ ચૂકાદો આવે તેને સ્વીકારી લઇ શાંતિ જાળવવા અપીલ કરી છે. કોંગ્રેસે પણ સોનિયા ગાંધીની નિવાસસ્થાને વર્કિંગ કમિટીની બેઠક રાખી છે. અને શાંતિની અપીલ કરી છે. આ બેઠકમાં કોંગ્રેસની પાટીલાઇન નકલી થઇ રહી છે. દિલ્હીમાં વીવીઆઇપીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આરએસએસ વડા મોહન ભાગવતે પણ દેરાવાસીઓને શાંતિ અને કોમી એકતા જાળવી રાખવા જાહેર અપીલ કરી છેે. સુપ્રીમ કોર્ટઆ ચુકાદા વખતે માત્ર કેસ સાથે સંકળાયેલા લોકો જ કોર્ટરૂમમાં હાજબર રહી શકશે તેમ જાહેર કરી દીધું છે.

ગુજરાતમાં કડક બંદોબસ્ત શાંતિ માટે રૂપાણીની અપીલ
આ દરમિયાન ગુજરાતમાં પણ તંત્ર અને પોલીસ એલર્ટ છે. સુરતમાં કયુઆરટીની 4 ટીમ તૈનાત છે. રાજયના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શાંતિ માટેની જાહેર અપીલ કરી છે.
ભારતીય સંવિધાન જ ગીતા અને કુરાન: શાંતિ જાળવી રાખીએ: પરેશ ધાનાણી
ગુજરાત કોંગ્રેસના વિધાન સભાવિપક્ષ નેતા
પરેશભાઇ ધાનાણીએ ગુજરાતવાસીઓને શાંતિની અપીલ કરત, ઉમેર્યું કે જે પણ ચુકાદો, જે પણ
ચુકાદા આવે તેને સ્વીકારી લઇએ, ભારતનું
બંધારણ જ ગીતા અને કુર્રાન છે.

રિલેટેડ ન્યૂઝ