આ પાંચ ન્યાયમૂર્તિએ નિભાવી ઐતિહાસિક ન્યાયની જવાબદારી


નવી દિલ્હી તા.9
અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના જે પાંચ જજોએ રેકોર્ડ 40 દિવસ સુધી સુનાવણી કરી હતી. તેમના નામ પણ અવિસ્મરણીય બની રહેશે.
(1) જસ્ટિસ રંજન ગોગોઈ: દેશના 46માં અને વર્મતાન ચિફ જસ્ટિસ છે. કાર્યકાળ : 23 એપ્રિલ 2012થી 17 નવેમ્બર 2019. 3 ઓક્ટોબર, 2018ના રોજ ચિફ જસ્ટિસ બન્યા, આસામના સીજેઆઈ ગોગોઈ સુપ્રીમ કોર્ટના જજ પહેલા ગુવાહાટી હાઈકોર્ટમાં જજ રહ્યા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચિફ જસ્ટિસ રહી ચૂક્યા છે.
(2) જસ્ટિસ એસ.એ. બોબડે
કાર્યકાળ: 12 એપ્રિલ 2013થી 23 એપ્રિલ 2021 જસ્ટિસ બોબડે સીજેઆઈ ગોગોઈની નિવૃત્તિ બાદ તેમનું સ્થાન લેશે. સુપ્રીમ કોર્ટ પહેલા તેઓ બોમ્બે હાઈકોર્ટ અને એમપી હાઈકોર્ટના જજ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે.
(3) જસ્ટિસ અશોક ભૂષણ કાર્યકાળ: 13 મે 2016 થી 4 જૂલાઈ 2021
(4) જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ કાર્યકાળ: 13 મે 2016થી 10 નવેમ્બર 2024
5) જસ્ટિસ એસ. અબ્દુલ નજીર કાર્યકાળ: 27 ફેબ્રુઆરી 2017થી 4 જાન્યુઆરી 2023

રિલેટેડ ન્યૂઝ