સમાપન નહીં મુકામ: સુપ્રીમના ચુકાદાને ફરી પડકારાશે: જિલાની


જો કે કેસના મુખ્ય પક્ષકાર ચુકાદાથી સંતુષ્ટ છે પણ વકીલ જિલાનીને સંતોષ નથી!
પાંચ એકર જમીનની ઓફર અમને માન્ય નથી: ઓવૈસીનો ધ્રુજારો
નવી દિલ્હી તા.9
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલ્લાની ગણાવી. સાથો સાથ કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. પરંતુ સવાલ 5 એકર જમીનનો નથી. અમે મસ્જિદ કોઇને આપી શકીએ નહીં. મસ્જિદને હટાવી શકાય નહીં. અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું તેમ જફરયાબ જિલાનીએ (મુસ્લિમ પક્ષના વકીલ) જણાવ્યું હતું. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચુકાદાથી

સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું તેમ તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી અને અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક તાણવાણાને વધુ મજબૂત કરશે. હું લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરું છું તેમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું.
મુસ્લિમમ પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. આ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને કયાં જમીન આપે છે. આ બારત માટે ખૂબ મોટો મુદ્દો હતો જેનો ઉકેલ આવવો જરૂરી હતો, હું આ ચુકાદાથી ખુશ છું.
મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે હું ચુકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે. હિન્દુ મહાસભાના વકીલ વરૂણ કુમાર સિન્હાએ કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. આ નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે

રિલેટેડ ન્યૂઝ