28 હજાર કરોડ વસુલવા ઇન્કમટેકસ પાડશે દરોડા

ચીફ કમિશનરે
તમામ અધિકારીઓ સાથે બેઠક કરી
અત્યાર સુધીમાં
35 હજાર કરોડની વસુલાત : પાંચ મહિનામાં બાકીનું કલેકશન કરાશે
રાજકોટ તા.8
છેલ્લા બે વર્ષથી મંદીના માહોલને કારણે ગુજરાત આયકર વિભાગની ટીમ ટાર્ગેટ મુજબનું ટેકસ કલેકશન કરી શકતી નથી. ચાલુ વર્ષે પણ આવી જ સ્થિતિ હોવાથી પ્રિન્સીપાલ ચીફ કમિશ્નરે તમામ કમિશનરેટના અધિકારીઓ સાથે મીટીંગ કરીને ટાર્ગેટ મુજબ ટેકસ કલેકશન થાય તે માટે ટાસ્ક આપ્યા હતા. કરદાતાઓ સાથે મીટીંગ કરવા ઉપરાંત કર્મચારીઓના કાપેલા ટીડીએસ ડીપાર્ટમેન્ટમાં જમા ન કરાવતી કંપનીઓ પેઢીઓ સામે પણ પગલાં ભરવાની ચર્ચા કરાઇ હતી. ગત વર્ષે ગુજરાત ઇન્કમટેક્ષને રૂા.55 હજાર કરોડનો ટાર્ગેટ સોપાયો હતો. જે ઘટાડીને 47 હજાર કરોડ કરાયો તે છતાં ડીપાર્ટમેન્ટ ટાર્ગેટ પુરો કરી શકયો ન હતો. ચાલુ વર્ષે ગુજરાત ઇન્કમટેકસને 63 હજાર કરોડનો ટાર્ગેટ સોપાયો છે. આ પૈકી હજુ 35 હજાર કરોડથી વધુનું કલેકશન થયું છે. વધુમાં વધુ ટેકસ કલેકશન કેવી રીતે થાય તે મુદ્દે આયકર ભવનમાં પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર અજયદાસ મેહરોત્રાએ ખાસ મીટીંગ બોલાવી હતી. જેમાં તમામ કમિશ્નરેટના સિનિયર અધિકારીઓના સજેશન લેવામાં આવ્યા હતા. તેમને પણ વધુમાં વધુ ટેકસ કલેકશન કેવી રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે, ઘણી કંપનીઓ કે પેઢીઓ દ્વારા કર્મચારીઓના ટીડીએસ કાપી લેવામાં આવે છે પણ

સરકારી તિજોરીમાં જમા કરાવતા નથી. આવી પેઢીઓને તાકીદે ટીડીએસ જમા કરાવવા આદેશ આપવાનું નક્કી થયું હતું. તમામ અધિકારીઓને ડીસેમ્બરના અંત સુધીમાં તમામ આકારણી અને અપીલના કેસોનો નિકાલ કરી માર્ચ સુધીમાં ટેકસની આવક સરકારી તિજોરીમાં જમા થઇ જાય તેવા પ્રયાસ કરવા આદેશ અપાયા હતા.

રિલેટેડ ન્યૂઝ