વૃધ્ધને પૌત્ર-પુત્રવધુએ હેલ્મેટથી ટીંચી નાખ્યા..!

તમામ મિલકત પચાવી લીધા બાદ ખાધા-ખોરાકીનો કેસ કર્યો હોવાથી ગોંધી રાખતા : 181ની ટીમને પણ દાઝ નો દીધી
રાજકોટ તા.8
રાજકોટની રત્નદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધાની તમામ મિલકત પચાવી પાડ્યા પછી વૃદ્ધાએ ખાધા ખોરાકીનો કેસ કરતા તેનો ખાર રાખી પૌત્ર-પુત્રવધૂએ એક મિત્ર સાથે મળી ઢસડી, હેલ્મેટ ફટકારી, હેલ્મેટથી જ મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે
શહેરની રત્નદીપ સોસાયટીમાં રહેતા ધનબાઈબેન ઘુસાભાઇ સોનારા નામના 75 વર્ષીય આહીર વૃદ્ધાએ તેમની પુત્રવધુ રાધાબેન રાવતભાઈ સોનારા, પૌત્ર સાગર અને સાગરના મિત્ર દીપ હર્ષદભાઈ સાંગાણી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બારેક દિવસથી દીકરા રાવતના પરિવાર સાથે રહે છે અગાઉ નવેક મહિનાથી વડવાજડી ગામે દીકરી જયાબેન ખીમાણીના ઘરે રહેતા હતા ગત બપોરે નજીકમાં રહેતી ભત્રીજી રાધાબેનના ઘરે તેઓ

બેઠા હતા ત્યારે પુત્રવધુ રાધા અને પૌત્ર સાગર બંને આવ્યા હતા અને ગાળો બોલી ઢસડીને ઘરે લઇ ગયા હતા વચ્ચે છોડાવવા પડતા લોકોને આ અમારા ઘરનો મામલો છે વચ્ચે ના પડતા તેમ કહી ઘરે લઇ ગયા હતા ત્યારે હાથમાં ઇજા પણ થઇ હતી ત્યાં સાગરનો મિત્ર દીપ હતો તે પગ ઉપર ઉભો રહી ગયો હતો અને હેલ્મેટનો છુટ્ટો ઘા કરી હેલ્મેટથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી થોડીવાર બાદ દીકરી જયાબેને આવી ડેલી ખખડાવી છતાં ખોલી ન હતી બહાર 181ની ટીમને પણ જવાબ આપ્યો ન હતો અંતે ડેલી ખોલતા વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા અને પીએસઆઇ જે આર સરવૈયા સહિતના સ્ટાફે ત્રણેયની ધરપકડ કરી હતી મારા દીકરા રાવતની પત્ની અને પુત્રએ તમામ મિલકત પચાવી લીધી હોય જેથી ખાધા-ખોરાકીનો કેસ કર્યો હોવાથી તેનો ખાર રાખી મને માર મારી ઘરમાં ગોંધી રાખતા હોવાનું વૃદ્ધાએ જણાવ્યું હતું

રિલેટેડ ન્યૂઝ