બિનહથિયારધારી PSIની ભરતીમાં વિવાદ; હાઈકોર્ટમાં રિટ

પેપર ચકાસણીમાં ગંભીર ભૂલ હોવાની ફરિયાદ : 21મીએ વધુ સુનાવણી
રાજકોટ તા,8
બિનહથિયારધારી પીએસઆઈ મોડ-2ની ભરતી પરીક્ષા પેપરની ચકાસણીમાં નિયમોના ભંગના મુદ્દે થયેલી અરજીમાં, હાઈકોર્ટના સિંગલ જજે કરેલા આદેશને ખંડપીઠમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે, ગૃહસચિવ, ડીજીપી, ગુજરાત સબોર્ડિનેટ્સ સર્વિસ સિલેક્શન બોર્ડ (જીએસએસએસબી)ના સેક્રેટરી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી, 21 નવેમ્બરે નિશ્ચિત કરી છે.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, જીએસએસએસબીએ લીધેલી પીએસઆઈ મોડ-2ની ભરતી માટેની લેખિત પરીક્ષામાં અરજદાર પાસ થયા, પણ મેરિટ લિસ્ટમાં તેને સ્થાન મળ્યું નથી. આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓના જવાબપત્રોની ચકાસણીમાં ભૂલ થઈ છે. જેના લીધે, અરજદારો ભરતી પ્રક્રિયામાં પસંદગી પામી શક્યા નથી.
23 જુલાઈ, 2017ના રોજ લેખિત પરીક્ષા લેવાઈ હતી અને 06/10/17ના રોજ પરિણામ આવ્યું હતુ. અરજદારે, નવેમ્બર, 2017ના રોજ જીએસએસએસબીમાં કરેલી આરટીઆઈમાં, માહિતી મળી કે, પરીક્ષકે યોગ્ય રીતે પેપર તપાસ્યા નથી. પરીક્ષાર્થીએ જરૂરી હોય તેના કરતાં, વધારે પ્રશ્નોના જવાબ લખ્યા છે. પરંતુ, પરીક્ષકે માત્ર જરૂરી પ્રશ્નોના જવાબ જ તપાસ્યા છે. બાકીના પ્રશ્નોના જવાબ તપાસ્યા નથી. સામાન્ય રીતે, બધા પ્રશ્નોના

જવાબ તપાસવાના હોય અને પછી, તેમાંથી જે પ્રશ્નોમાં માર્ક વધારે હોય, તેને.જરૂરી પ્રશ્નોના જવાબના માર્ક્સ તરીકે ગણવાના હોય છે. જેનં અહીં પાલન થયું નથી. આ મુદ્દે, હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી થઈ હતી. જેમાં, મેરિટમાં આવેલા ઉમેદવારો અને સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ