આખી દુનિયા કર્જમાં ડૂબી છે!


નવી દિલ્હી: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપોર્ટ મુજબ, સમગ્ર વિશ્ર્વ પર દેવાનો બોજ લગભગ 188 ટ્રિલિયન ડોલર (188 લાખ ડોલર ડોલર)નો છે. રકમનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે, ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે, જ્યારે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ 21.35 લાખ કરોડ ડોલરનો છે. આઈએમએફની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોનની રકમ

વિશ્ર્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે, જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે, તો સરકારો અને ઈન્ડિવિઝ્યુઅલ ખતરામાં પડી જશે. ઉલ્લેખનીય છે કે, 2016માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ લગભગ 188 લાખ કરોડ ડોલર હતો.
જૂન મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ, ભારતનું કુલ વિદેશી દેવું 2019 સુધી 543 અબજ ડોલર હતું. માર્ચ 2018ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ 13.7 અબજ ડોલરનો વધારો થયો. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ 19.7 ટકા હતી.
બજેટ 2019-20ની વાત કરીએ તો સરકારએ લગભગ 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચનો લક્ષ્ય રાખ્યો છે.

રિલેટેડ ન્યૂઝ