મિશન કરતારપુર: કોંગ્રેસના સિધ્ધુ સામે ભાજપના સની

ગુરદાસપુર તા.8
કરતારપુર સાહિબના દર્શન માટે જનારા પ્રથમ જથ્થા ગુરદાસપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલ પણ શામેલ હશે. પંજાબના મુખ્યમંત્રીની ઑફિસે ગઇકાલે આ અંગે જણાવ્યું કે, સની દેઓલ કરતારપુર કોરિડોરના ઉદઘાટન બાદ પાકિસ્તાન જનારા પ્રથમ જથ્થામાં શામેલ હશે. સત્તાવાર જાણકારી અનુસાર, કરતારપુર જનારા પ્રથમ જથ્થામાં કુલ 670 લોકો શામેલ થશે. સનીએ પણ આ નિર્ણય પર ખુશી જાહેર કરતા કહ્યું કે, ગુરદાસપુર તેમનો વિસ્તાર છે અને તેમનું ઘર પણ છે. આવામાં તે પાકિસ્તાન નહીં જાય તો કોણ જશે?
કરતારપુર જનારા પ્રથમ જથ્થામાં પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સિત તેમનું આખું કેબિનેટ શામેલ હશે. જણાવી દઈએ કે, 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવશે. પાકિસ્તાને આના માટે

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂને પણ આમંત્રણ મોકલ્યું છે, જેને તેમણે સ્વીકારું લીધું છે. પાકિસ્તાને સિદ્ધૂને વીઝા આપતા કરતારપુર આવવાની પરવાનગી આપી દીધી છે. આ ઉપરાંત ભારત તરફથી પણ સિદ્ધૂને પાકિસ્તાન જવાની રાજકીય મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સિખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવને કરતારપુરમાં પોતાના જીવનના 18 વર્ષ વિતાવ્યા હતા. 12 નવેમ્બરે ગુરુ નાનકનું 550મું પ્રકાશોત્સવ ઉજવવામાં આવશે. શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારાને પ્રથમ ગુરુદ્વારો માનવામાં આવશે જેનો પાયો ગુરુ નાનક દેવે મૂક્યો હતો. જોકે, બાદમાં રાવી નદીમાં પૂર આવતા તે વહી ગયો હતો. ત્યારબાદ વર્તમાન ગુરુદ્વારો મહારાજા રંજીત સિંહે બનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ