હવે ‘બુલબુલ’ સામે PMO એક્શનમાં

કોલકાતા તા.8
ચક્રવાત તોફાન 8216;બુલબુલ8217; આગામી 6 કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળમાં આ ચક્રવાત તોફાન બુલબુલની અસર જોવા મળી શકે છે. આ બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. જ્યારે, વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ પીએમના પ્રમુખ સચિવ ડોક્ટર પીકે મિશ્રાએ ઓરિસ્સા, પશ્ર્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના મુખ્ય સચિવો સાથે બેઠક કરી. આ બેઠકમાં કુદરતી આપત્તિથી બચવા માટે શું તૈયારી કરવામાં આવી છે તેની સમીક્ષા કરાઇ.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આ બેઠકમાં બુલબુલ ચક્રવાતના કેટલાંક કલાકોની અસરની સમીક્ષા કરવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું કે જે વિસ્તારોમાં બુલબુલ ચક્રવાતની અસર થઈ શકે તેમ છે ત્યાં હવાની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિકલાક નોંધવામાં આવી છે અને કેન્દ્રમાં તેની ગતિ 90 કિલોમીટર પ્રતિકલાક છે. આ કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.
આ અગાઉ હવામાન વિભાગના ક્ષેત્રીય નિદેશક જી કે દાસે જણાવ્યું હતું કે ચક્રવાત બુલબુલ કોલકાતાથી 930 કિલોમીટર છે અને ગઇકાલે રાત્રે તે મજબૂત થવાની સંભાવના છે. આવતીકાલે તે વધુ તાકાત સાથે ગંભીર શ્રેણીમાં પહોંચશે, જેમાં સમુદ્રની સ્થિતિ પ્રતિકૂળ થઈ શકે છે. આ ધ્યાનમાં રાખતા માછીમારોને ગુરુવાર સાંજ સુધી તટ પર પરત ફરવા અને આગામી આદેશ સુધી સમુદ્રમાં નહીં પ્રવેશવાની સલાહ અપાઇ છે.

રિલેટેડ ન્યૂઝ