રાહુલ ગાંધીને બેલ કે જેલ?

નવીદિલ્હી તા,8

ચુકાદાનું કાઉન્ટડાઉન: ચૂંટણી સમયે કરેલા નિવેદનથી બદનક્ષીનો ટૂંક સમયમાં ફેંસલો
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ, સબરીમાલા મંદિરમાં દસથી પંચાસ વર્ષની મહિલાઓના પ્રવેશ, રાફેલ ફાઈટર વિમાનનો સોદો, દેશના અગ્રણી રાજકીય પક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુધ્ધ અવમાનના અને ભારતના મુખ્ય ન્યાયાધીશની ઓફિસમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઈ)અધિકાર લાગુ થવા જેવા પાંચ મહત્વના મામલાઓ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવવાનો છે. આમાંના રાહુલ ગાંધીવાળા કેસ ઉપર રાજકીય માંધાતાઓની વિશેષ નજર છે, અને રાહુલને બેલ કે જેલ, એ મુદ્દે ચર્ચાઓ જોર પકડી રહી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર છેના નિવદેન પર તેમની વિરુદ્ધ પેન્ડિંગ અવમાનના મામલામાં તેમને માફી આપવામાં આવે તે અંગે ચૂકાદો આવવાનો છે. આ મામલામાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટેમાં અપીલ કરી હતી કે ચોકીદાર ચોર છેના નિવેદન માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી ન આપવામાં આવે. રાહુલ ગાંધીને સજા મળવી જ જોઈએ. જોકે બે વાર દુ:ખ વ્યક્ત કરીને કોઈ પણ પ્રકારની શરત વગર માફી માંગી ચૂકેલા રાહુલ ગાંધીએ કોર્ટને માફી સ્વીકાર કરીને અવમાનનો કેસ બંધ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણીના સમયે મોટો મુદ્દો બનેલા રાફેલ ફાઈટર વિમાનના સોદા પર ચૂકાદો આવનાર છે. કોર્ટે 36 રાફેલ વિમાનની ખરીદીના સોદાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગને ફગાવી દીધી હતી.

આ મામલાને ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા, અરુણ શૌરી સહિતના અન્ય અરજકર્તાઓએ પુર્નવિચાર અરજી દાખલ કરીને પડકાર્યો છે. આ સિવાય ટ્રિબ્યુનલ એન્ડ ફાઈનાન્સ એક્ટને પડકારવાના મામલાનો પણ ચૂકાદો આવનાર છે.

‘ચોકીદાર ચોર છે’ બદલ બે વાર માફી
તો માગી પણ ભાજપ રાહુલને સજા જ આપવાનો આગ્રહી: રાફેલ સોદામાં ગેરરીતિના આક્ષેપ પણ નડી શકે; રાહુલને માફી મળશે કે સજા તેની ચર્ચાઓ તેજ

રિલેટેડ ન્યૂઝ