રાજકોટમાં PSIને મહિલા બૂટલેગરે ધક્કે ચડાવ્યાં

દારૂની રેડ પાડવા ગયેલ પોલીસને
ઘેરી લીધા
ગાળો ભાંડી દેકારો કરતા ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધી માતા-પુત્રીની ધરપકડ
રાજકોટ તા.21
રાજકોટ શહેરમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે ત્યારે જંગલેશ્વરમાં બાતમી આધારે દરોડો પાડવા ગયેલ ભક્તિનગર પોલીસનો મહિલા બુટલેગર અને તેની દીકરીએ ઘેરાવ કરી, દેકારો કરી, પબ્લિક એકઠી કરતા ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી
શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી બી જેબલીયા અને સ્ટાફે મહિલા પોલીસને સાથે રાખીને જંગલેશ્વર શેરી નંબર 28માં રહેતી સલમા ઉર્ફે ચીનુડી બસીરભાઈ સંધીના મકાનમાં દેશી દારૂ રાખી વેચતી હોવાની બાતમી આધારે રાત્રે 8 વાગ્યે દરોડો પાડતા પોલીસને જોઈ સલમા અને તેની દીકરી બંનેએ દેશી દારૂના કેસથી બચવા માટે પોલીસ સાથે રકજક કરી, ગાળાગાળી શરુ કરી દીધી હતી ગાળો દેવાની ના પાડતા હાથ લાંબા કરી, દેકારો કરવા લાગતા અન્ય લોકો પણ ધસી આવ્યા હતા જેથી ફરજમાં રુકાવટ અંગે બંને માતા-પુત્રી સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી

રિલેટેડ ન્યૂઝ