સુરતથી રાજસ્થાન જતી બસને નડ્યો અકસ્માત; 4નાં મોત


બનાસકાંઠા: થરાદ-સાચોર હાઇ-વે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી બસ રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ રાજ્યમાં 6 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે. જેમાં થરાદ બેઠક પણ સામેલ છે. થરાદમાં સવારથી જ મતદાનનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યાં હાઈવે પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ