રેલવે તંત્ર 25 ટકા જેટલા અફસરોનું ‘બોર્ડ’ પૂરું કરશે!

નવી દિલ્હી તા.21
રેલવે બોર્ડના અધિકારીઓની સંખ્યામાં 25 ટકાનો કાપ મૂકવા રેલવેતંત્રે નિર્ણય લીધો છે. 200ની સંખ્યા ઘટાડીને 150 કરાશે. બાકીના 50 ઓફિસરો અને તેની ઉપરના સ્ટાફને ઝોનલ રેલવેમાં ટ્રાન્સફર કરાશે.
રેલવે બોર્ડની કાર્યક્ષમતા વધારવા લાંબા સમયથી માગ હતી તે ધ્યાનમાં લઇને બોર્ડની સંખ્યા ઘટાડાશે. આ સંબંધી પ્લાન 2000માં અટલબિહારી વાજપેયી સરકાર વખતે વિચારાયો હતો.
રેલવે બોર્ડમાં અધિકારીની સંખ્યા વધારે છે અને અમુક અધિકારીઓનો જોબ એકસરખો છે. ઝોનલ રેલવેની કાર્યક્ષમતા વધારવા સિનિયર અધિકારીઓની જરૂર છે.

આ પ્લાન ટૂંકમાં અમલી બનાવાશે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલના 100 દિવસના એજન્ડાના ભાગરૂપે આ યોજના છે જેને ટોપની પ્રાધાન્યતા અપાઇ છે એમ રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે કહ્યું હતું. રેલવે બોર્ડના પુન:ગઠન માટે રેલવેની બિબેક દેબ રોય કમિટીએ 2015માં ભલામણ કરી હતી. રેલવે બોર્ડમાં સ્ટાફ વધારે છે એવું જાણવા મળ્યું છે. પૂરતી રાજકીય ઇચ્છાશક્તિના અભાવે નિર્ણય વિલંબમાં મુકાતો રહ્યો હતો. રેલવે પ્રધાને રેલવે બોર્ડના સભ્યો, જનરલ મેનેજર અને સિનિયર અધિકારીઓ સાથેની બેઠકમાં સ્ટાફની સમીક્ષા કરવા કહેવાયું હતું.

રિલેટેડ ન્યૂઝ