મારૂ કવાટર કયું ? લાભાર્થીઓની કોર્પોરેશનમાં લાગી લાઇનો

માનવમેદની ભેગી કરી ડ્રો કરી નાખ્યો પણ ક્ધફોમ લેટર ન અપાયો

રાજકોટ તા.9
શહેરના પોશ વિસ્તાર મવડીમાં તૈયાર થયેલ સ્માર્ટ ઘર યોજના 1, 2 અને 3 ના 2176 આવાસનો ડ્રો કરી મુખ્યમંત્રીએ ઘરવિહોણા પરિવારને ઘરના ઘરની ભેટ આપી પરંતુ કાર્યક્રમમાં તમામ લાભાર્થીઓને ક્ધફોમ લેટર નહીં મળતા આજે લાભાર્થીઓ કોર્પોરેશન ખાતે ઉમટી પડયા હતા અને અમારૂ કવાટર કયું અને કયા છે તેવા પ્રશ્ર્નો કરી માહિતી માંગી હતી.
મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્માર્ટ ઘર 1, 2, 3 ના 2176 આવાસનો મુખ્યમંત્રીના હસ્તે ડ્રો યોજાયા બાદ ગઇકાલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ લાભાર્થીઓને ફક્ત નામ બોલી આવાસ લાગ્યાની જાહેરાત કરાઇ હતી પરંતુ ક્ધફોર્મ લેટર તમામ લાભાર્થીઓને આપી શકાય એટલો સમય ન હોવાથી બાકીના લાભાર્થીઓને તેમને લાગેલા કવાટર નંબર અને બીલ્ડીંગ નંબર સહિતની જાણકારી આપવામાં આવશે તેમ જણાવેલ પરંતુ લાભાર્થીઓની ઉત્ક્રંષ્ટા પરાકાષ્ઠાએ હતી જે આજે કોર્પોરેશનની કચેરીમાં જોવા મળી હતી.
કોર્પોરેશન કચેરી ખાતે આજરોજ સ્માર્ટ ઘર યોજનાના નશીબવંતા લાભાર્થીઓની ભીડ લાગી હતી.
તેમના દ્વારા જાણવા મળેલ કે ગઇકાલે ડ્રો કરાયા બાદ તમામ લાભાર્થીઓને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી નથી. પરીણામે લાભાર્થીઓને કઇ વીંગમાં કેટલા નંબરનું કવાર્ટર ફાળવવામાં આવ્યું છે તે સહિતની વિગતો મેળવવા માટે આજે મનપાના આવાસ યોજના વિભાગમાં પુછપરછનો મોડે સુધી દોર ચાલુ રહ્યો હતો. પરીણામે મહાનગરપાલીકાએ જાહેરાત કરી તમામ લાભાર્થીઓને એસએમએસ મારફત સંપૂર્ણ
માહિતી ઉપલબ્ધ થઇ જશે તેવું જણાવતા લાભાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ