RTO નું નકલી મેમો-કાંડ સૌરાષ્ટ્ર વ્યાપી

રાજકોટ તા. 9
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નકલી મેમો પધરાવવાનું કૌભાંડ સામે આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. રાજકોટ એસઓજીએ પકડી પાડેલ ગેંગ દ્વારા દોઢ વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતુ હોય હવે બે વર્ષ દરમિયાન ઇસ્યુ થયેલા 5000 થી વધુ મેમો રિ – ચેકીંગ કરવામાં આવશે આ ઉપરાંત સરકારશ્રીના નકલી સિકકા બનાવનાર સામે પણ પગલા લેવામાં આવશે તેવુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં ડિટેઇન થતા વાહનોના દંડમાં રાહત કરાવી દેવાનું કહી લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ સક્રીય થઇ હોય એસઓજી પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ બી.કે.ખાચર, મનરૂપગીરી ગોસ્વામી, મોહીતસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ રાણા, અનીલસિંહ ગોહિલ, ગીરીરાજસિંહ ઝાલા, અને ગરીશસિંહ જાડેજા સહિતના સ્ટાફે મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામભાઇ મહેતા, હાર્દિક ભાવસીંગભાઇ જાદવ, યશરાજ શિવરાજભાઇ માંજરીયા, જય કમલેશભાઇ સીંઘવા, જયરાજ જયલેશભાઇ ગેડીયા અને ભાવેશ ઉર્ફે સુરેશ ઘેલાભાઇ કાટોડીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહીતિ આપતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે આ ટોળકીએ રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર પંથકના મેમોની પણ નકલી પહોંચ બનાવીને ગરેકાયદે ઉઘરાણા કરતી હતી સામાન્ય રીતે 3000 થી લઇને 15 હજાર સુધીનો ફટકારાતો દંડ ભરવા માટે આરટીઓ કચેરીએ આવતા વાહન ચાલકોને રાહત કરાવી દેવાનું કહી તેમનો મેમો લઇને એક કલાક પછી આવવાનુ કહી સોફટવેરની મદથી નકલી મેમો તૈયાર કરી પધરાવી દેતા હતા અને આ પહોંચ આરટીઓ અધિકારીઓ દ્વારા પણ ચેક કર્યા વિના વાહનો છોડી મુકવામાં આવતા હતા આ ટોળકી પાસેથી 9 આરટીઓ મેમો અને 19 પોલીસ દ્વારા અપાયેલ મેમોમાં ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના 9, થોરાળાના 2, રાજકોટ રૂરલ ટ્રાફિકનો 1. વિછિયાનો 1, વિરપુરનો 1, સુરેન્દ્રનગર ટ્રાફિકના 3 અને ભાવનગરના 1 મેમોનો સમાવેશ થાય છે આ ઉપરાંત જામનગરના મેમોની પણ પહોંચ બનાવી હોવાનું ખુલતા પોલીસે સૌરાષ્ટ્ર વ્યાપી કૌભાંડના મુળ સુધી પહોંચવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
બે વર્ષ દરમિયાન 4300 થી વધુ 5000 જેટલા ડિટેઇન વાહનોનો 60 લાખ જેટલો દંડ ભરીને વાહનો છોડવામાં આવ્યા હોય તે તમામ પહોંચનું રી – ચેકીંગ કરવામાં આવશે આરટીઓ અને પોલીસ દ્વારા અપાયેલ મેમોનું ક્રોસ ચેકિંગ કરવામાં આવશે. આરટીઓના અધિકારીઓ પણ પહોંચ જોયા વિના જ વાહનો છોડી મુકતા હોય કોઇ અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત સરકારી સિકકા બનાવનાર સામે પણ પગલા લેવામાં આવશે પોલીસે 11 સીકકા બનાવનાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ