100 વીજ ઇજનેરની હડતાળ; રામધૂન બોલી

જયાં સુધી બદલી રદ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું જીબીયાનું એલાન
રાજકોટ તા. 9
ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમમાં વીજપુરવઠો ખોરવાઇ જતા પીજીવીસીએલના એમ.ડી.એ સજારૂપ નાયબ ઇજનેરની કચ્છમાં બદલી કરવામાં અવાતા તેના ઘેરા પડઘા પડયા છે અને એમ.ડી.ની મ નમાની સામે રાજકોટના 100 જેટલા એન્જિનિયરોએ વીજળીક હડતાલ પાડી દેતા પીજીવીસીએલની કામગીરી ખોરવાઇ ગઇ છે.
નાયબ ઇજનેર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બલીનો બકરો બની જતા જીબીયા મેદાનમાં આવ્યું છે. જયાં સુધી નાયબ ઇજનેરની બદલીનો હુકમ રદ કરવામાં નહી આવે ત્યાં સુધી એન્જિનિયર એસો. દ્વારા બેમુદતી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આજે કોર્પોરેટ ઓફિસ ખાતે એન્જિનિયરોએ રામધુન બોલાવી હતી.
ગઇકાલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે 11 કે.વી. કસ્તુરી ફીડરમાં લાઇટીંગ એરેસ્ટર ફાટતા ફીડર આશરે 4 થી 5 સેક્ધડ માટે બંધ થયેલ હતો અને તે દરમ્યાન તુરંત નીયમ મુજબ જનરેટર ઉપર પાવર લઇ લેવામાં આવેલ. સભામાં આના કારણે કોઇ વિક્ષેપ પડેલ ન હતો. નેટવર્ક ખુલ્લું હોય ટ્રીપીંગ આવવાની શકયતાઓ ખુબ રહેતી હોય અને તે આપણા હાથની વાત પણ નથી અને તેથી જ તો જનરેટર સેટ અવશ્ય રાખવામાં આવે છે. નાયબ ઇજનેર એચટી – 3

સબ ડીવીઝનના એમ.એમ.ગોહેલનો આ બાબતે કોઇ વાંક ના હોવા છતાં ટોપ મેનેજમેન્ટ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંત ને અનુસર્યા વગર રાજકોટ થી અંજાર બદલી કરવામાં આવેલ છે તેનો જીબીઆ એ જોરદાર વિરોધ કરી આ ઓર્ડર તાત્કાલીક અસરથી રદ કરવા માંગણી કરવામાં આવી છે.
ટોપ મેનેજમેન્ટ સમક્ષ વર્ષોથી ગોહેલ દ્વારા એચટી – 3 સબ ડીવીઝનમાં અસહ્ય વર્ક લોડ હોય સબ ડીવીઝન બાયફરકેશન માટે પ્રપોઝલ મોકલાવેલ છે. સ્ટાફની અછત હોય પુરતો સ્ટાફ આપવા જણાવેલ છે. પોતાના વિસ્તારમાં નવા 66 કે.વી. સબ સ્ટેશનોની તાત્કાલીક જરૂરિયાત હોય ટોપ મેનેજમેન્ટ ને પ્રપોઝલો મોકલાવેલ છે. ટોપ મેેનેજમેન્ટને ધ્યાન ઉપર છે કે રાજકોટનો ઘણો ખરો વિસ્તાર તથા ડેવલોપમેન્ટ પણ એચટી- 3 સબ ડીવીઝનલ હેઠળ તથા એચટી વીજ જોડાણો પણ મોટેપાયે તેમની નીચે આવેલ છે.
ગોહેલ વર્ષોથી અડધા સ્ટાફથી સબ ડીવીઝન ચલાવે છે. જીબીઆ દ્વારા પણ અવારનવાર પુરતો સ્ટાફ તમામ સબ ડિવિઝનોમાં મળી રહે – સબ ડીવીઝનની બાયફરકેશન – ડીવીઝન સ્ટોર, ટીએમએસ – 3 વગેરે માટે રજુઆતો કરવામાં આવેલ છે, પરંતુ પરિણામ મળતું નથી. ટોપ મેનેજમેન્ટની નિષ્ફળતાઓ જોવામાં આવતી નથી અને નાના ઇજનેરોની કોઇપણ પ્રકારની ભુલ ના હોય તો પણ તેને સજા કરવામાં આવે છે. શહેર વર્તુળ કચેરી હેઠળ એક પણ ઇજનેર ને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેનો તુરંત જ પ્રતિકાર કરવામાં આવશે.
નાયબ ઇજનેર એમ.એમ.ગોહેલ દ્વારા વર્ષોથી વીઆઇપી કાર્યક્રોમની દેખરેખ – શોભા યાત્રાના કાર્યક્રમો લોકમેળા – તહેવારો – માં. સીએમ/માં. પીએમના કાર્યક્રમો ખુબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે. જેથી ટોપ મેનેજમેન્ટના ધ્યાને છે જે કોઇ બનાવ બનેલ તેમાં તેનો કઇપણ વાંક ના હોય રાજકોટ બહાર બદલી કરેલ છે તેથી સમગ્ર રાજકોટ શહેર વર્તુળ કચેરીના ઇજનેરો હતાશ થયેલ છે.
ગોહેલનો બદલીનો ઓર્ડર રદ નહી થાય ત્યાં સુધી શહેર વર્તુળ કચેરીના તમામ ઇજનેરો શહેર વર્તુળ કચેરી પાસે રામધુન બોલાવશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનો કરાશે.

રિલેટેડ ન્યૂઝ