રાહુલ કોંગ્રેસને રેઢી મૂકી ભાગી ગયા: સલમાન ખુર્શીદ

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જાહેરમાં બળાપો કાઢ્યો
નવી દિલ્હી: શું રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને જવાબદારીઓમાંથી ભાગી ગયા? કમ સે કમ સલમાન ખુર્શીદ તો એમ જ માને છે. પાર્ટીના આ વરિષ્ઠ નેતાએ પહેલી વખત આ વાત ખુલીને કહી દીધી જે દબાયેલા અંદાજમાં કહેવાય રહી હતી. ખુર્શીદે કહ્યુ કે અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા નેતા જ છોડીને જતા રહ્યા. તેમણે પાર્ટીની

સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીના રાજીનામાથી સંકટ વધ્યું છે.
ખુર્શીદે કહ્યુ કે રાહુલ ગાંધીના આ નિર્ણયના લીધે પાર્ટીની હાર બાદ જરૂરી આત્મનિરીક્ષણ પણ કરી શકયા નહીં. કોંગ્રેસને લઇ ચર્ચા કરતાં પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું કે અમે વિશ્લેષ્ણ માટે પણ એકજૂથ થઇ શકતા નથી કે અમે લોકસભા ચૂંટણીમાં કેમ હાર્યા. અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારા નેતાએ અમને છોડી દીધા.
આ પહેલી એવી તક છે જ્યારે કોંગ્રેસના કોઇ નેતાએ રાહુલ ગાંધીના રાજીનામા માટે છોડી જવાના જેવો શબ્દનો ઉપયોગ કર્યો છે. ખુર્શીદે કહ્યુ કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ એક ખાલીપો ઉભો થયો છે. આ સંકટ ત્યારે વધુ વધતું દેખાય છે જ્યારે સોનિયા ગાંધી તેમની જગ્યા પર અસ્થાયી રીતે કમાન સંભાળી રહ્યા છે.
પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીના રાજીનામાને લઇ કહ્યું હું ઇચ્છતો નહોતો કે રાહુલ ગાંધી રાજીનામુ આપે. મારું મંતવ્ય હતું કે તેઓ આ પદ પર રહે. હું જાણું છું કે કાર્યકર્તા પણ આ જ ઇચ્છતા હતા કે તેઓ બની રહે અને નેતૃત્વ કરે. તેમણે કહ્યું કે આ એક ખાલીપા જેવું છે. સોનિયા ગાંધીએ દખલ કરી છે પરંતુ સ્પષ્ટ સંદેશ છે કે તેઓ એક અસ્થાયી વ્યવસ્થા તરીકે છે. હું આવું ઇચ્છતો નથી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટીના અધ્યક્ષ રહેલા રાહુલ ગાંધીએ પરિણામો બાદ નૈતિક જવાબદારી લેતા પદ છોડી દીધુ હતું. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓના કેટલીય વખત આગ્રહ બાદ પણ તેઓ પોતાની વાત પર અડગ રહ્યા અને એ કહેતા રાજીનામુ પાછું ખેંચી લીધું કે તેઓ હવે પાર્ટીને વધુ મજબૂત કરશે.

રિલેટેડ ન્યૂઝ