કેન્દ્રીય કર્મીને દિવાળી ભેટ: DAમાં 5 ટકાનો વધારો

નવીદિલ્હી તા,9
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે આજે દિવાળી ગિફટ જેવી જાહેરાત કરી છે. કેન્દ્રના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો જાહેર કરાયો છે. આ જાહેરાતની સાથે જ કેન્દ્રિય કર્મચારીગણમાં દિવાળીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
સરકારના આ નિર્ણય અનુસાર કેન્દ્રના કર્મચારીઓને 12 ટકાને બદલે હવે 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. તેનો લાભ કેન્દ્રના 50 લાખ કર્મચારીઓને મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાને લીધે કેન્દ્ર સરકાર પર રૂા.16 હજાર કરોડનું આર્થિક ભારણ આવી પડવાનું અનુમાન છે. દરમિયાન, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની આશા પણ આ સાથે વધી ગઈ છે કેમ કે કેન્દ્રની જાહેરાતને પગલે રાજ્ય સરકારે પણ ગમે ત્યારે આ લાભ સામાન્ય રીતે આપવો પડતો હોય છે. દિવાળી પહેલા જ એ ફાયદો થવાની સંભાવના જો કે ઓછી છે.

રિલેટેડ ન્યૂઝ