ટિકટોક V/S ગૂગલ!

નવી દિલ્હી: ટિકટોક આજની દુનિયાની સૌથી પોપ્યુલર એપ્સમાં સામેલ છે. આ કારણે અન્ય ટેક કંપનીઓ પણ આ એપની સરખામણીમાં પોતાની એપ લોન્ચ કરવામાં લાગેલી છે. સિલસિલામાં હવે ગૂગલ પોતાની એપ લોન્ચ કરવા જઈ રહી છે. સૂત્રો મુજબ, કંપની જલ્દી સોશિયલ મીડિયા વીડિયો શેરિંગ એપ ફાયરવર્કને ખરીદશે. ચીનની વીબો કંપની પણ ફાયરવર્ક એપને ખરીદવા માંગે છે. રિપોર્ટસનું માનીએ તો ગૂગલ અન્ય કંપનીઓની સરખામણીએ આ એપને ખરીદવા માટે સૌથી આગળ છે. ફાયરવર્ક એપ પાછલા મહિને જ ભારતમાં લોન્ચ થઈ છે. અને તેણે પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. આ એપને લૂપ નાઉ ટેક્નોલોજીએ ડેવલોપ કરી છે. તેની ફંડ રેજીંગ લગભગ 100 મિલિયન ડોલર હતી. જ્યારે બીજી તરફ ટિકટોકની કિંમત 75 મિલિયન હતી. ફાયરવર્ક એપ પર યુઝર 30 સેક્ધડનો વીડિયો બનાવી શકે છે. જ્યારે ટિકટોક પર 15 સેક્ધડનો જ વીડિયો બનાવી શકાય છે. ફાયરવર્કમાં હોરિઝોન્ટલ અને વર્ટીકલ વીડિયો શૂટ કરવાની સુવિધા છે. કંપનીએ આ ફિચરનું નામ રીવેઇલ રાખ્યુ છે. હાલમાં ફાયરવર્કનાં 10 લાખ કરતાં વધારે યુઝર્સ છે અને આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ