‘પનામા’ બ્રાન્ડ ટેક્સ ચોરોના નામ ‘ઇડી’ જાહેર નહીં કરે!

નવી દિલ્હી તા.9
કેન્દ્રીય સુચના આયોગે કહ્યું કે, ઈડી પનામા પેપરમાં સામેલ કથિત ટેક્સ ચોરોના નામ ગુપ્ત રાખી શકે છે. એક અરજી ઉપર આ પ્રતિક્રિયા આપી હતી. આ આરટીઆઈના આવેદન પર એજન્સીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અરજીકર્તા દુર્ગાપ્રસાદ ચૌધરીએ વર્ષ 2017માં ત્રણ મુદ્દા ઉપર જાણકારી માંગ હતી. પહેલી તો પનામા પેપરમાં જેના નામ છે તેની યાદી, લીક પર લેવામાં આવેલા પગલા અને તપાસમાં વિલંબ માટે જવાબદાર લોકોની જાણકારી. એજન્સીએ ધારા

24(1)ના અનુંસંધાને જાણકારી આપવાથી છુટનો દાવો કર્યો હતો અને અનુંરોધને બરતરફ કર્યો હતો. સુનાવણીમાં ચૌધરીએ કહ્યું કે તેને જાણકારી આપવામાં નથી આવી. જો કે આ ઉચ્ચ સ્તર સાથે જોડાયેલો એક ગંભીર મામલો છે. ઈડીએ જણાવ્યું કે તેને કાયદા પ્રમાણે છુટ છે. સાથે એ પણ તર્ક આપ્યો કે કેસ કોર્ટમાં વિચારણા હેઠળ હોવાથી તેની વધારે માહિતી સાર્વજનીક ન કરી શકાય.
આરટીઆઈ કાયદાની ધારા 24(1) કેટલીક ગોપનીય અને સુરક્ષા સંગઠનોને જાણકારી શેર કરવાની છુટ આપે છે. પરતું જો માંગવામાં આવેલી સુચના ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ઉલ્લંઘન સાથે જોડાયેલી હોય તો આ નિયમ લાગુ નથી થતો.

રિલેટેડ ન્યૂઝ