વ્હિલચેર ચલાવતા હાર્દિકે ટ્વિટર પર વીડિયો શેર કર્યો

લંડન: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લંડનમાં પીઠની સફળ સર્જરી બાદ હવે ઉભા થઇ રહ્યા છે અને ચાલી પણ શકે છે. 25 વર્ષના આ ક્રિકેટરે ટ્વિટર એકાઉન્ટ પર તેના વીડિયો શેર કર્યા છે. જેમા તે હોસ્પિટલના બેડથી ઉઠ્યા બાદ સહારો લઇને ધીમે-ધીમે પગલા ભરવામાં કામયાબ થતા નજરે પડી રહ્યા છે. તે બાદ તે વ્હીલ ચેર પર બેસી જાય છે. તે કોરિડોરમાં વ્હીલ ચેર પોતે ચલાવતા પણ જોવા મળી રહ્યો છે, આખરે તે ફરી એકવખત ચાલતા નજરે પડે છે. ફિજિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર તેની સાથે લંડન ગયા છે. વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે- “નાનાં પગલાં પરંતુ મારી ફિટનેસની સલાહ અંહીથી જ શરૂ થાય છે અને હવે દરેક લોકોને તેમના સમર્થન અને શુભેચ્છાઓ માટે આભાર આ પહેલા હાર્દિકે શનિવારે ફોટો શેર કરતા લખ્યું હતું કે સર્જરી સફળ રહી. તમારા દરેકની શુભેચ્છા માટે આભાર.. જલદી વાપસી કરીશ. ત્યાં સુધી મારી રાહ જુઓ. હાર્દિક પંડ્યાએ બેંગલુરુ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 22 સપ્ટેમ્બરે ભારતની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઇની મેડિકલ ટીમે ઇંગ્લેન્ડમાં કરોડરજ્જુના હાડકાના નિષ્ણાંતની પેનલથી વાત કરી અને તેમણે સર્જરીની સલાહ આપી હતી.

રિલેટેડ ન્યૂઝ