JK મામલે પાક. માટે ચીન નિવડ્યું ‘બટકણું’

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું, કાશ્મીર પ્રશ્ર્ન ભારત-પાકે. સહમતીથી ઉકેલવો જોઇએ
નવી દિલ્હી તા. 9
રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનાં ભારત પ્રવાસથી પહેલા ચીને કાશ્મીર મુદ્દા પર મહત્વનું નિવેદન આપ્યું છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનાં સૂરમાં સૂર મળાવનારા ચીનનાં સૂરમાં બદલાવ આવી રહ્યો છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ ગઇકાલે મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલાવો જોઇએ. પ્રવક્તાએ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવોનો કોઈ ઉલ્લેખ કર્યો નહી. ખાસ વાત એ છે કે

કાશ્મીર પર ચીનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન કાશ્મીર મુદ્દા પર ખોટા પ્રચાર એજન્ડા અંતર્ગત ચીન પહોંચ્યા છે. ઇમરાન ખાન ચીન-પાકિસ્તાન ઉપરાંત આર્થિક સ્થિતિને લઇને પણ ચર્ચા કરશે.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગેંગ શુઆંગને મંગળવારનાં મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારત પ્રવાસ પહેલા તેમને ઇમરાન ખાનની ચીન યાત્રા વિશે પ્રશ્ન પુછવામાં આવ્યા. ઇમરાન ખાનની ચીની નેતાઓ સાથેની વાતચીતમાં શું કાશ્મીર મુદ્દો પણ સામેલ હશે? આ પ્રશ્ન પર પ્રવક્તાએ કહ્યું કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાને મળીને ઉકેલવો જોઇએ. શેંગે કહ્યું કે, તો તમે કાશ્મીર મુદ્દે ધ્યાન આપી રહ્યા છો, રાઇટ? કાશ્મીર મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ છે અને તે આના પર હંમેશા અડગ છે. અમે ભારત અને પાકિસ્તાનથી કાશ્મીર મુદ્દા સહિત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા અને પારસ્પરિક વિશ્વાસ વધારવાની અપીલ કરીએ છીએ. આ બંને દેશો અને વિશ્વની સમાન આકાંક્ષાઓનાં હિતમાં છે.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાનું આ નિવેદન કાશ્મીર પર બેઇઝિંગનાં જુના નિવેદનોથી અલગ છે. આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને પરત લીધા બાદ પહેલી પ્રતિક્રિયામાં ચીનનાં વિદેશ મંત્રાલયે 6 ઑગષ્ટનાં 2 નિવેદનો જાહેર કર્યા હતા. એક નિવેદનમાં ચીને લદ્દાખને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર ભારતનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. ચીન લદ્દાખ પર પોતાનો દાવો કરતુ રહ્યું છે. બીજા નિવેદનમાં ચીને ભારત અને પાકિસ્તાનથી કાશ્મીર મુદ્દાને વાતચીતથી શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અપીલ કરી હતી.
ત્યારબાદ જ્યારે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી બેઇજિંગ પહોંચ્યો તો ચીને કાશ્મીર મુદ્દાને લઇને પોતાના નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતુ કે, આને (કાશ્મીર) યૂએન ચાર્ટર, યૂએન સિક્યોરિટી કાઉન્સિલનાં સંબંધિત પ્રસ્તાવો અનુરૂપ ઉચિત અને શાંતિપૂર્ણ રીતે દ્વિપક્ષીય સહમિતથી હલ કરવો જોઇએ.

રિલેટેડ ન્યૂઝ