નપાણિયા કચ્છના પેટાળમાં ધરબાયો છે ‘જળ-ખજાનો’!

રાજકોટ તા.9
મિશન રાજસ્થાન-20 હેઠળ થયેલ શોધખોળમાં રાજસ્થાનના માડપુરા-બરવાલામાં પાણીનો વિશાળ ભંડાર મળી આવતા કેન્દ્રીય જળશક્તિ વિભાગ ભારે ઉત્સાહીત બનેલ છે. અહિં મોટાપાયે ખોદકામ દ્વારા ઓઇલ-ગેસ સાથે પાણીનો મહાસાગર શોધવામાં આવશે. આ રણ પ્રદેશમાં સપાટી ઉપર ભલે પાણી ન હોય પરંતુ જમીન નીચે પાણીનો સાગર છુપાયેલો પડેલ છે. જે રાજસ્થાનના બીકાનેર બાડમેર અને જેસલમેરથી લઇને ગુજરાતના કચ્છુ પ્રાંત સુધી વિસ્તરેલો છે. તેલની શોધખોળ સાથે હવે આ જળખજાનાનો પણ પતો લગાડવામાં આાવશે.
સરસ્વતી નદીના અવશેષોની શોધ સાથે હવે 2004માં રાજસ્થાનના બાડમેર જિલ્લાના માડપુરા બરવાલામાં પાણીનો સાગર મળી આવ્યાના હેવાલ બાદ કેન્દ્રીય જળશક્તિ વિભાગ મોટી જળરાશી મેળવવા સાબદો બનેલ છે. બાડમેરમાં મંગલા કુવાની શોધખોળ દરમિયાન 1700 મીટરે ઓઇલ તો મળ્યુ પણ 1000 મીટરે જે પાણી મળ્યુ જે પાણી મળ્યુ તુ ખારૂ
હોવાનું મળેલ.
આ જળ જથ્થો એટલો વિશાળ છે કે 30 વર્ષ સુધી પાણી ઉલેચવામાં આવે તો પણ માંડ થોડા ઇંચ જેટલુ જ વપરાય. આ પાણીનો ઉપયોગ શરૂ થઇ ગયો છે.
આ રણમાં પહેલા સમુદ્ર રહ્યાના પ્રમાણો સાથે સરસ્વતી નદીના પ્રમાણ પણ મળ્યાનું ભુવૈજ્ઞાનિક એસ.પી.માજીર જણાવે છે. અહિં વિપુલ માત્રામાં પાણી મળી શકે છે.
રાજસ્થાનથી ગુજરાત સુધી સંખ્યાબધ્ધ પાણીના લઘુ સાગરો હોવાનો પણ ઇન્કાર થઇ શકે તેમ નથી. બાડમેર-જેસલમેરમાં તેલ સાથે પાણી સંશોધન માટે 11 નવા બ્લોક આપવામાં આવ્યા છે.
પાણી ખારૂ મળે કે મીઠુ મળે પણ તેેને ટ્રીટમેન્ટ કરી ઉપયોગમાં લેવાશે. અત્યાર સુધીમાં 500 કુવા ખોદાયા છે. કુલ 1000 ખોદાવાનું લક્ષ્ય છે. આ પછી રાજસ્થાનનો બાડમેર જિલ્લો ‘મુંબઇ હાઇ’ને પાછળ છોડી દેશે.

રિલેટેડ ન્યૂઝ