ભારતીય અંડર-19 ટીમ પર કોરોનાનો કહેર, કેપ્ટન યશ ધૂલ સહિત 6 ખેલાડીઓને થયો કોરોના

વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કોરોનાએ તબાહી મચાવી છે. ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન યશ ધુલ અને વાઇસ કેપ્ટન એસકે રાશિદ સહિત છ ખેલાડીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. તમામ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. કેપ્ટનના કોરોના સંક્રમિત થવાને કારણે ટીમ ઈન્ડિયા બુધવારે (19 જાન્યુઆરી) નિશાંત સિંધુના નેતૃત્વમાં આયર્લેન્ડ સામે તેની બીજી મેચમાં ઉતરી હતી.

બીસીસીઆઈ અધિકારીએ ખેલાડીઓના કોરોના સંક્રમિત થવાના સમાચારની પુષ્ટિ કરી છે. ભારતીય ટીમને વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં યોગ્ય પ્લેઇંગ-11 મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક ટીમને ટુર્નામેન્ટ માટે તેની ટીમમાં 17 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપી હતી. આ કારણે ટીમ ઈન્ડિયા 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારવામાં સફળ રહી હતી.

કેપ્ટન ધૂલ અને વાઈસ-કેપ્ટન રાશિદ સિવાય માનવ પારેખ, સિદ્ધાર્થ યાદવ, આરાધ્યા યાદવ અને વાસુ વત્સ અલગ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને ડ્રિંક આપવા માટે કોચને મેદાનમાંમોકલવા પડ્યા છે. આ મામલે સૂત્રએ ક્રિકબઝને કહ્યું, કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે અને કેટલાક તેમના સંપર્કમાં આવ્યા છે. ખેલાડીઓને સાવચેતી તરીકે અલગ રાખવામાં આવ્યા છે. અમારા
ખેલાડીઓ ટીમ મેનેજમેન્ટની મદદથી આયર્લેન્ડ સામે રમી રહ્યા છે. ટીમ કોઈપણ મોટા જોખમને ટાળવા માંગે છે.

ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. તેણે 45 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 46.5 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી કેપ્ટન યશ ધુલે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. કૌસલ તાંબેએ 35 અને શેખ રશીદે 31 રનનું યોગદાન આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 45.4 ઓવરમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે પાંચ અને રાજ બાવાએ ચાર વિકેટ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ