મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરના પૂરગ્રસ્ત ધુવાવ ગામની મુલાકાત બાદ રાજકોટ આવવા રવાના

સૌરાષ્ટ્રમાં વરસાદે ગઈકાલે તારાજી સર્જી હતી જેમાં અનેક વિસરોમાં પૂરની સ્થિતિ સર્જી હતી જેમાં જનગરના ધુંવાવમાં ખુબજ ખાના ખરાબી થઈ હતી લોકોના ઘરોમાં પાણી ભરવાના કારણે લોકોના જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ બગળી ગઈ હતી અથવાતો તણાઈ ગઈ હતી સીએમ પટલે સપથ લીધાબાદ તરત જ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોચ્યાં હતા . સીએમ પટેલે કોમનમેન ની જેમ ધુંવાવ માં સર્જાયેલ કાદવ કીચડ વચ્ચે ચાલી લોકોની વ્યથા સાંભળી હતી અને સરકારી મળતી તમામ સહાય કરવા પણ ખાતરી આપી હતી

આજ રોજ સીએમ પટેલે જામનગરના ધુંવાવ કે જ્યાં સૌથી વધુ વરસાદના કારણે નુકશાન થયું હતું તે ગામની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ધુંવાવ ગામમાં 50% ગામ પાણીમાં ગરકાવ થયું હતું ત્યાં રહેતા લોકોની કાલ ના વરસાદમાં થયેલ કફોડી પરિસ્થિતિ ત્યાંના લોકોના મુખે સીએમ એ સાંભળી હતી અને ત્યારબાદ હવે કાળના વરસાદમાં રાજકોટમાં પણ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી તેના પરીક્ષણ માટે સીએમ ભુપેન્દ્ર પટેલ જામનગરના ધુંવાવ થી રાજકોટ આવવા રવાના થયા છે

રાજકોટમાં પણ કાળના વરસાદના કારણે ખુબજ લોકોએ નુકશાની વેઠી છે કાલનો વરસાદ મેઘમહેર નહિ પણ મેઘ કહેર સાબિત થયો હતો .અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોની જીવનજરૂરિયાતની ચીજ વસ્તુ પાણીના વહેણ માં તણાઈ હતી સીએમ પદ ના સપથ ગ્રહણ કાર્ય બાદ મુખ્યમંત્રી નો આ પૂરગ્રસ્ત વિસ્તારોનો પેહલો પ્રવાસ છે . રાજકોટ આવ્યા બાદ સીએમ પટેલ રાજકોટની પરિસ્થિતિનો તાગ મેળવશે

રિલેટેડ ન્યૂઝ