CM પટેલની રાજકોટ કલેક્ટર સાથે તાકીદની બેઠક

- મુખ્યમંત્રી બનતાં જ ઈખ ભૂપેન્દ્ર પટેલ એકશનમાં: પૂરગ્રસ્ત જામનગરનું કર્યું હવાઈ નિરિક્ષણ
- રાજકોટ શહેર-જિલ્લાના અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય આપવા આપ્યા આદેશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદે તબાહી સર્જાતા જાન-માલની નુકશાની થઈ છે. જનજીવન અસ્ત વ્યસ્ત હોય હજુ ગઈકાલે જ મુખ્યમંત્રીના શપથ લેનાર ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આજે બપોરે રાજકોટ કલેકટર સાથે બેઠક કરી અને વરસાદથી થયેલ નુકશાનીની સમીક્ષા કરી હતી અને રાહતની કામગીરી પૂરજોશથી કરવા માટે જરૂરી સુચના પણ આપી હતી. સીએમ બનતા જ ભુપેન્દ્ર પટેલ એકશનમાં આવી ગયા છે.
ગઈકાલે
મુખ્યમંત્રી પદના શપથગ્રહણ પહેલા જ ભુપેન્દ્ર પટેલે પૂર્વ સીએમના હોમટાઉનના કલેકટર સહિત જામનગર, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને વરસાદની સ્થિતિનો



તાણ મેળવ્યો હતો. તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી અને નૈવી તેમજ એરફોર્સની ટૂકડીઓને તાકિદે મોકલી સહાય કરવા માટે જણાવ્યું હતું.
ગુજરાતના નવા નાથ ભુપેન્દ્ર પટેલે સીએમ પદના
શપથ ગ્રહણ બાદ પહેલી જ બેઠક વરસાદને લઈ અધિકારીઓ અને જિલ્લા કલેકટરો સાથે કરી હતી. તેમજ જરૂરી સુચના આપી રાહતની કામગીરી શરુ કરી દેવા માટે તાકિદ કરી હતી. તેમજ આજે બપોરે રાજકોટ ખાતે કલેકટર સાથે બેઠક કરી જિલ્લાના થયેલ નુકશાનીની સમીક્ષા કરી જરૂરી કામગીરી કરવા સુચના આપી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ, જામનગર જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.





રિલેટેડ ન્યૂઝ