શું તમે વધુ પડતા બિસ્કિટ ખાઈ રહ્યા છો ? તો થઇ જાવ સાવધાન થઇ શકે છે કેન્સર

અત્યારના સમયમાં બાળકોથી લઇ મોટાઓને બિસ્કિટ ખાવા પસંદ હોય છે. આપણે તેને હેલ્ધી ખોરાક માનીએ છીએ પણ વૈજ્ઞાનિકોના મતે બિકીટ ખાવાથી કેન્સર પણ થઇ શકે છે. એક અભ્યાસ પ્રમાણે બિસ્કીટમાં કેન્સર ઉતપન્ન કરતી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્યને ઘણું જ નુકશાન કરે છે.

હોંગકોંગના વૈજ્ઞાનિકોના એક રિસર્ચ અનુસાર વધારે પ્રમાણમાં બિસ્કિટ ખાવાથી કેન્સર થઇ શકે છે. તેઓએ 60 પ્રકારના અલગ અલગ બીસ્કીટ ઉપર રિસર્ચ કર્યું છે. હોંગ કોંગમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે બિસ્કિટ પ્રિ પેક્ડ હોવાથી તેમાં કેન્સર ઉત્પન્ન કરનારું glycidol અને acrylamide હોય છે જે કેન્સરના ખતરાને વધારી શકે છે. પરંતુ જો એનો ઉપયોગ એક નિશ્ચિત મર્યાદામાં કરવામાં આવે તો તેનાથી નુકશાન થતું નથી.

આ અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 60 માંથી 56 સેમ્પલ એવાહતા કે જેનું ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડ 3 MCPD હતું. આ કિડની અને પુરુષોના રી પ્રોડક્ટિવ ઓર્ગનને નુકશાન કરે છે. બિસ્કિટના 33 ટકા સેમ્પલમાં હાઈ ફેટ, હાઈ શુગર અને 13માં હાઈ સોડિયમ કન્ટેન્ટ મળી આવ્યું
છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં બનતા ક્રીમ બિસ્કિટમાં શુગર અને ફેટનું પ્રમાણ વધારે માત્રામાં હતું. પ્રતિ કિલોએ 25થી 30 ગ્રામ અને 100 કિલો પર 20 ગ્રામ હતું.

રિલેટેડ ન્યૂઝ