અભિષેક બચ્ચન કયુ ટ્વિટ:અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મુંબઇ, 2/08/2020  

બોલીવુડના કોરાના સાથેની લડત જીત્યા બાદ ઘરે પરત ફર્યા છે. તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી તેમના પુત્ર અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા દ્વારા આપી છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આભાર કે મારા પિતાનો કોવિડ 19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તે ઘરે રોકાઈને આરામ કરશે. તમારા બધાની પ્રાર્થના માટે આભાર.

અમિતાભ બચ્ચન છેલ્લા 23 દિવસથી કોરોના વાયરસ પોઝિટિવ હોવાને કારણે નાણાવટીહોસ્પિટલમાં દાખલ હતા. તેમને 11 જુલાઈએ કોરોના પોઝિટિવ હોવાનું જણાવવામાં આપ્યું હતું હતું.

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાની સારવાર માટે આ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જોકે, થોડા દિવસો પહેલા ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.રિલેટેડ ન્યૂઝ