શિક્ષણમંત્રી ચુડાસમાની જાહેરાત: કુલ 6616 વિદ્યા-સહાયકોની ભરતી કરાશે
રાજયના શિક્ષિત બેરોજગારો માટે ઉત્તરાયણ સારા વાવડ લઇને આવી છે. રાજયના શિક્ષણમંત્રી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળા-કોલેજોમાં સહાયક શિક્ષકો- પ્રાધ્યાપકોની મોટાપાયે ભરતી કરાશે તેવી આશાસ્પદ જાહેરાત કરી હતી.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કહેવાનુસાર રાજય સરકાર આગામી સમયમાં 6616 જેટલા સહાયક શિક્ષકો અને કોલેજોમાં 872 જેટલા સહાયક પ્રાધ્યાપકોની ભરતી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે ભરતી પ્રક્રિયામાં ‘ગુણવતા’ને મુખ્ય માપદંડ ગણાશે.
આજે રૂપાણી-કેબીનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજય સરકાર કુલ 6616 જેટલા સહાયક શિક્ષકોની ભરતી કરશે તેમા માધ્યમકિ શાળાઓ માટે 2304 અને અન્ય પ્રાથમિક સ્કૂલો માટે હશે. નવી ભરતીમાં ગણીત-વિજ્ઞાનના 1039, એકાઉન્ટ-કોમર્સના 446, સામાન્ય વિજ્ઞાનના 289, અંગ્રેજીનાં 624 તેમજ ગુજરાતીના 234 શિક્ષક સહાયકોનો સમાવેશ થાય છે. નવી ભરતીમાં 2018 જેટલા અધ્યાપક સહાયકો કોલેજ માટે તેમજ 2304 શિક્ષક સહાયકો માધ્યમિક સ્કૂલો મળી કુલ 6616 વિદ્યા-સહાયકોની ભરતી કરાશે.