સેન્સેક્સ 58000ને પાર: રૂપિયાનો વરસાદ

શેરબજારમાં દિવાળી: સેન્સેક્સ અને નિફટીની ઉચ્ચત્તમ આતશબાજી

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે શેર માર્કેટ રેકોર્ડ સ્તરે ખુલ્યુ. બોમ્બે સ્ટોક એક્સચેંજનું પ્રમુખ ઇંડેક્સ સેંસેક્સ 217.58 અંકો (0.38 ટકા)ની તેજી સાથે 58070.12ના સ્તર પર ખુલ્યુ. નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 61.80 અંક સાથે (0.36 ટકા)ના વધારા સાથે 17296ના સ્તર પર ખુલી. શરૂઆતી કારોબારમાં 1315 શેરોમાં તેજી આવી, 348 શેરોમાં ઘટાડો નોંધાયો અને 98 શેરોમાં કોઇ બદલાવ નથી થયો. ગત સપ્તાહે બીએસઇના 30 શેરો વાળા સેંસેક્સ 795.40 અંક અથવા 1.43 ટકા ચડ્યુ હતુ.
હકીકતમાં કોરોના વાયરસ મહામારીની બે લહેરોનો
સામનો કરી ચૂકેલા દેશની અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટે ચડી રહી છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 20.1 ટકા રહ્યો. આ ચીનથી પણ બહેતર આંકડા છે કારણ કે પ્રથમ ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 7.9 ટકા રહ્યો હતો. એટલે કે તે માની શકાય કે ભારતીય અર્થવ્યવસ્થા ચીનના મુકાબલે તેજીથી સુધરી રહી છે. તેનાથી રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે. સાથે જ વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. જેના કારણે ઘરેલૂ માર્કેટમાં તેજી આવી છે. સાથે જ રસીકરણથી રોકાણકારોમાં કોરોનાનો ડર ખતમ થતો નજરે આવી રહ્યો છે. આ તમામ પરિબળોથી માર્કેટ પ્રભાવિત થયું છે.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે શરૂઆતી કારોબારદરમિયાન ટાઇટન, સિલાયન્સ, કોટક બેંક, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, ઇંડસઇંડ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ડોક્ટર રેડ્ડી, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ઇંફોસીસ, અલ્ટ્રાટેક
સીમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, એચડીએફસી બેંક, પાવર ગ્રિડ, એચડીએફસી અને એમ એન્ડ એમના શેર ગ્રીન નિશાન પર ખુલ્યુ. સાથે જ ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલીવર, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, મારૂતિ, નેસ્લે ઇન્ડિયા અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન પર ખુલ્યા.
પ્રી ઓપન દરમિયાન સવારે 9.03 વાગ્યે સેંસેક્સ 178.58 અંક (0.31 ટકા) ઉપર 58031.12ના સ્તર પર હતુ. સાથે જ નિફ્ટી 0.10 ટકા ઉપર 17.234.30 પર હતુ.

પોઝિટિવ ગ્લોબલ સંકેત
વિદેશી રોકાણ(ઋઉઈં) વધી 1.28 લાખ કરોડને પાર પહોંચ્યું
ડોલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી
વેક્સિનેશનથી રોકાણકારોમાં કોરોનાનો ડર ખત્મ થઈ રહ્યો છે
ૠઉઙ અને ઓટો વેચાણના સારા
આંકડા આવવાની શક્યતા
ફોરેક્સ રિઝર્વ સતત વધી રહ્યું છે, બજારમાં કેશ ફ્લો વધી રહ્યો છે
ગુરુવારે સેન્સેક્સ 514 અને નિફ્ટી 158 અંક વધ્યો હતો

રિલેટેડ ન્યૂઝ