સેન્સેક્સ ફર્સ્ટ ટાઇમ 53000ને પાર

નિફટીએ પણ ક્રોસ કરી 15000ની ઐતિહાસિક સપાટી

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવી છે. સવારે 10.15 કલાકે સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021ના રોજ સેન્સેક્સ 52,000ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. આ દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(ઋઙઈંત)એ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. 15 ફેબ્રુઆરીના રોજ વિદેશી રોકાણકારોએ 1234 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ,



ઝઈજ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી 3.79 ટકા વધી 7163.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.69 ટકા વધી 641.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો. રેડ્ડી લેબ્સ, બજાજ ફાઈનાન્સ,
નેસ્લે, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડડી લેબ્સ 0.34 ટકા ઘટી 5261.55 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 0.34 ટકા ઘટી 6095.35 પર કારોબાર કરી રહ્યો છે.





રિલેટેડ ન્યૂઝ