સુરેન્દ્રનગર પાસે અકસ્માતમાં 7 જીવતાં ભૂંજાયા

- ચોટીલા ચામુંડા માઁના દર્શનેથી પરત ફરતા સાંતલપુરના પરિવારને કાળાગ્નિ ભખરી ગયો

સુરેન્દ્રનગરના ખેરવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયા બાદ ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા 7 લોકો જીવતા ભડથું થઇ ગયા છે બે પરિવારો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી ઘરે પરત જતા હતા ત્યારે આ ગોજારી ઘટના બની હતી મૃતકોમાં સાંતલપુરના કોરડા ગામના પતિ, પત્નિ અને 2 બાળકોના તથા નાનાપુરા પતિ, પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે બનાવને પગલે નાનાપુરા અને કોરડા ગામમા માતમ છવાઈ ગયો છે.
અરેરાટીભર્યા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઇવે ઉપર
સુરેન્દ્રનગર તરફ આવતું ડમ્પર અને સુરેન્દ્રનગરથી ખેરવા તરફ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ખેરવા ગામ પાસે આવતા વળાંકમાં ઇકો કાર પૂરઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી ડમ્પર સાથે ઇકો કાર અથડાતા જ કારમાં આગ લાગી હતી વહેલી સવારે આ રોડ ઉપર અવાર જવર ન હોવાના કારણે તથા ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી.કાર સળગવાનેલીધે 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા મૃતકોમાં સાંતલપુરના કોરડા ગામના નાઇ રમેશભાઇ મનસુખભાઇ, પત્ની નાઇ કૈલાષબેન રમેશભાઇ, પુત્રી નાઇ મિતલ રમેશભાઇ અને પુત્ર નાઇ શનિ રમેશભાઇ - તથા રાધનપુર નાનાપુરાના
નાઇ હરેશભાઇ ચતુરભાઇ, પત્ની નાઇ તેજશબેન હરેશભાઇ, પુત્ર નાઇ હર્ષદ હરેશભાઇનો સમાવેશ થાય છે ઘટનાને પગલે માલવણ પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ગાડીની નંબર પ્લેટ ઉપરથી તેમના પરિવારજનોની વિગત મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી આ તમામ લોકો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી શુક્રવારે રાત્રે પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં સાતે સાત લોકો ઘરે પહોંચે તે પૂર્વે જ કાળ ભેટ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ